ગાંધીનગર: માહિતી નિયામક કચેરી હસ્તકની નાયબ માહિતી નિયામક, વર્ગ-૧, સહાયક માહિતી નિયામક(સંપાદન) વર્ગ-રની જાહેરાત ક્રમાંકઃર/૨૦૨૦-૨૧ અને સિનિયર સબ ઓડિટર(વર્ગ-૩) તથા માહિતી મદદનીશ, વર્ગ-૩ની જાહેરાત ક્રમાંકઃ ૧/૨૦૨૦-૨૧ અન્વયે નાયબ માહિતી નિયામક, વર્ગ-૧ અને સહાયક માહિતી નિયામક (સંપાદન), વર્ગ-ર ની પ્રિલિમિનરી પરીક્ષા તા.૨૭, જૂન, ર૦ર૧ના રોજ સવારે ૧૦.૦૦ કલાકે યોજાશે.
ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, આ રીતે તૈયાર થશે માર્કશીટ
સિનિયર સબ ઓડિટર, વર્ગ-૩ તથા માહિતી મદદનીશ, વર્ગ-૩ ની પ્રિલિમિનરી પરીક્ષા તા.૨૭, જૂન, ૨૦૨૧ ના રોજ બપોરે ૦૩.૦૦ કલાકે યોજાશે, જેની નોંઘ લેવા સંબંધિત તમામ ઉમેદવારોને જણાવવામાં આવે છે. આ અંગેની વધુ વિગતો માટે માહિતી નિયામક કચેરીની વેબસાઇટ જોવા સૂચન છે.પરીક્ષાના સ્થળ તથા કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની સૂચનાઓ હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે