Home> Gujarat
Advertisement
Prev
Next

Ahmedabad: એક તરફ કોરોનાની સંભવિત ત્રીજી લહેરની તૈયારીઓ તો બીજી તરફ AMC ની હોસ્પીટલો ઇન્ચાર્જના હવાલે

પૂર્વના ગરીબ અને જરૂરીયાત લોકો માટે આર્શિવાદરૂપ ગણાતી શારદાબહેન હોસ્પિટલ (Shardaben General Hospital) માં તત્કાલિન સુપ્રિટેન્ડન્ટ (Superintendent) બે વર્ષ અગાઉ વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા બાદ આ હોસ્પિટલ પણ ઈન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ (Superintendent) દ્વારા ચલાવવામાં આવી રહી છે.

Ahmedabad: એક તરફ કોરોનાની સંભવિત ત્રીજી લહેરની તૈયારીઓ તો બીજી તરફ AMC ની હોસ્પીટલો ઇન્ચાર્જના હવાલે

અર્પણ કાયદાવાલા, અમદાવાદ: એકતરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કોરોના (Coronavirus) ની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી વિવિધ પ્રકારની તમામ તૈયારીઓ કરવામાં આવી રહી હોવાની અને પોતાની માલિકીની વિવિધ હોસ્પીટલ (Hospital) માં કર્મચારીઓને ટ્રેનિંગ આપી સજ્જ કરાઇ રહ્યા હોવાના દાવા કરાઇ રહ્યા છે. તો બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) હસ્તકની તમામ હોસ્પિટલ ઈન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટની મદદથી ચલાવવામાં આવી રહી છે. 

fallbacks

મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માટે સ્ટેચ્યુટરી અને મ્યુનિસિપલ કમિશ્રર બાદ અતિ મહત્વની ગણાતી એવી મેડીકલ ઓફીસર ઓફ હેલ્થની જગ્યા પણ છેલ્લા સાત વર્ષથી ઈન્ચાર્જ ઓફીસર દ્વારા સંભાળવામાં આવી રહી છે. આ કારણથી કોર્પોરેશન (Corporation) ની હોસ્પિટલોમાં મહત્વના હોય એવા તાકીદના નિર્ણયો લેવામાં વિલંબ થઇ રહ્યો છે. રૂ.10000 કરોડ કરતા વધારેનુ વાર્ષિક બજેટ (Budget) ધરાવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલીત એલ.જી. હોસ્પિટલ, શારદાબહેન હોસ્પિટલ, વી.એસ.હોસ્પિટલ, નગરી હોસ્પિટલ ઉપરાંત એસ.વી.પી.હોસ્પિટલ આવેલી છે. એલજી હોસ્પિટલ (LG Hospital) ના તત્કાલિન સુપ્રિટેન્ડન્ટ 2017માં લાંચ લેવાના પ્રકરણમાં ઝડપાયા બાદથી આ હોસ્પિટલને ઇન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટના હવાલે સોંપવામાં આવેલી છે. 

Raksha Bandhan: ગુજરાતની મહિલાએ ખેડૂતે ગાયના છાણમાંથી બનાવી રાખડી, કિંમત નજીવી અને ફાયદા અનેક

પૂર્વના ગરીબ અને જરૂરીયાત લોકો માટે આર્શિવાદરૂપ ગણાતી શારદાબહેન હોસ્પિટલ (Shardaben General Hospital) માં તત્કાલિન સુપ્રિટેન્ડન્ટ (Superintendent) બે વર્ષ અગાઉ વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા બાદ આ હોસ્પિટલ પણ ઈન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ (Superintendent) દ્વારા ચલાવવામાં આવી રહી છે. વી.એસ.હોસ્પિટલમાં એક સમયે સુપ્રિડેન્ડન્ટ (Superintendent) તરીકે ડો.સંદિપ મલ્હાન ફરજ બજાવતા હતા. જેઓની એસવીપીના સુપ્રિટેન્ડન્ટ તરીકે નિમણૂંક કરાતા વીએસ હોસ્પિટલના મેડીકલ સુપ્રિટેન્ડન્ટનો ચાર્જ ડો.મનીષ પટેલને સોંપવામાં આવ્યો છે. 

ડો.મલ્હાને તાજેતરમાં જ માંગેલી સ્વૈચ્છિક નિવૃત્તિને જુલાઇ 31-2021ની અસરથી મંજુર કરવામાં આવતા એસવીપી.હોસ્પિટલ પણ ઈન્ચાર્જ મેડિકલ સુપ્રિટેન્ડન્ટ (Medical Superintendent) હસ્તક આવી ગઇ છે. એસવીપી હોસ્પિટલના મેડીકલ સુપ્રિટેન્ડન્ટનો હવાલો કોને સોંપવામાં આવ્યો છે એ અંગે એએમસી તંત્ર દ્વારા હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. નગરી હોસ્પિટલ પણ ઈન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ (Superintendent) દ્વારા ચલાવવામાં આવી રહી છે. રાજયના તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેડીકલ ઓફીસર ઓફ હેલ્થની એક ખાસ જગ્યા ઉભી કરવામાં આવી છે. 

Vadodara: ધંધાની લાલચમાં સંબંધીઓનો સહારો લઇ પુત્રએ જ પિતાની કરી હત્યા

જે કોઈ પણ એપડેમિક પરિસ્થિતિમાં મહત્વના નિર્ણયો લેતા હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad) માં મેડીકલ ઓફીસર ઓફ હેલ્થ તરીકે ફરજ બજાવતા ડો.સુહાસ કુલકર્ણી વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા બાદથી આજદીન સુધી આ જગ્યા ઈન્ચાર્જ મેડીકલ ઓફ હેલ્થ દ્વારા સંભાળવામાં આવી રહી છે. જે અમદાવાદ જેવા મહાનગરના મ્યુનિસિપિલ કોર્પોરેશન તંત્ર અને તેના શાષકોની અનિર્ણાયકતા સામે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More