Home> Gujarat
Advertisement
Prev
Next

ભાદરવી પૂનમના દિવસે મોટું સંકટ; બપોરે 12:30 પછી શ્રદ્ધાળુઓને અંબાજીમાં દર્શન કરવા નહીં મળે...!!!

AMBAJI BHADARVI POONAM: અંબાજી ખાતે ભાદરવી મહામેળાના સુચારુ આયોજનને લઈને સમીક્ષા બેઠક યોજાઈ હતી. યાત્રાળુઓ માટે સુદ્રઢ અને ઉત્તમ વ્યવસ્થાઓ પૂરી પાડવા વહીવટી તંત્ર સજ્જ બન્યુ છે. ભાદરવી પૂનમીયા મહામેળો 2025 દરમિયાન આવનાર યાત્રાળુઓ માટે સુદ્રઢ અને ઉત્તમ વ્યવસ્થાઓ પૂરી પાડવા માટે આયોજન કરવામાં આવશે.

ભાદરવી પૂનમના દિવસે મોટું સંકટ; બપોરે 12:30 પછી શ્રદ્ધાળુઓને અંબાજીમાં દર્શન કરવા નહીં મળે...!!!

AMBAJI TEMPLE: યાત્રાધામ અંબાજીમાં આગામી 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમ મહામેળો 2025 યોજાનાર છે. ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, જિલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠા અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજીના સંયુક્ત ઉપક્રમે ભાદરવી પૂનમ મહામેળો 2025 આયોજન કરવામાં આવેલ છે.

fallbacks

પ્લેન ક્રેશ દુર્ઘટનામાં સૌથી મોટા અપડેટ; 60 પીડિતોના પરિવારજનોએ લીધો મોટો નિર્ણય

અંબાજી ખાતે ભાદરવી પુનમીયા સંઘની બેઠક યોજાઈ હતી. કેબિનેટ મંત્રી બળવંત સિંહ રાજપૂત આ મીટિંગમાં પહોંચ્યા હતા. આ સિવાય બનાસકાંઠા કલેકટર, એસ પી મંદિર વહીવટદાર સહીત સમગ્ર વહીવટી તંત્ર ઉપસ્થિત રહ્યું હતું. જેમાં અનેક મુદ્દા પર ચર્ચા થઈ હતી. ભાદરવી પૂનમના મેળામાં 1624 સંઘો રજીસ્ટર થયેલા છે જે મેળા દરમ્યાન અંબાજી આવશે. દર્શનનો સમય સવારે 6 વાગ્યાથી રાતે 12 વાગે સુધી મેળા દરમ્યાન ખુલ્લું રખાશે.

ભાદરવી પૂનમના દિવસે ચંદ્ર ગ્રહણ હોવાથી બપોર 12:30થી ગર્ભગૃહ બંધ કરીને જાળીમાંથી દર્શન થશે. ભાદરવી પૂનમના દિવસે સાંજે 5 વાગ્યાં બાદ ચંદ્ર ગ્રહણના લીધે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવશે. હમણાં સુધી 303 સેવા કેમ્પની નોંધણી થઇ ચુકી છે. સમગ્ર અંબાજીમાં CCTV કેમેરા લગાવીને 24 કલાક બાજ નજર રાખવામાં આવશે. રાત્રીના સમય ભક્તોને તકલીફ ના પડે તે માટે માકણચમ્પા, અંબાઘાટા, વિરમપુર રોડ, અને આબુરોડના રસ્તા પર સ્ટ્રીટ લાઈટ લગાડશે. વૃદ્ધ અને દિવ્યાંગ માટે અલાયદી દર્શન વ્યવસ્થા રાખવામાં આવશે, જેમાં ગોલ્ફ કાર્ટનો ઉપયોગ કરવામાં આવશે.

ગુજરાતનું એક એવું ગામ કે જ્યાં રક્ષાબંધનના દિવસને માનવામાં આવે છે અશુભ, જાણો ઈતિહાસ

અંબાજી ખાતે સમીક્ષા બેઠકમાં યાત્રાળુઓની સલામતી, સુરક્ષા, એસ.ટી બસ, ઇલેક્ટ્રિસિટી, ક્રાઉડ મેનેજમેન્ટ, પીવાનું પાણી, હંગામી વિસામા, ભોજન, સફાઈ, આરોગ્ય, સેનિટેશન, ફાયર સેફટી વગેરે બાબતો પર ચર્ચા કરીને જરૂરી માર્ગદર્શન અને સૂચનો કરાયા હતા. ભાદરવી પૂનમ મહામેળો 2025 માટે વિશેષ સફાઈ, ભીડ નિયંત્રણ જેવી બાબતો પર ખાસ ભાર મુકવામાં આવ્યો હતો.

ભાદરવી પૂનમના મહામેળાને લઈને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તેમ જ તમામ ભક્તો શાંતિપૂર્વક દર્શન કરી શકે તે માટેની વિવિધ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે. આવવા જવા માટે વાહનો અને તે વાહનોનું યોગ્ય પાર્કિંગ પણ કરવા સહિત તેમની સુરક્ષા માટે પોલીસ CCTV કેમેરા વગેરેની વ્યવસ્થાઓ પૂર્ણ કરી દેવાઈ છે.

કોણ છે એ યુવતી? જેની ઉશ્કેરણીથી આરોપીઓએ હુમા કુરૈશીના ભાઈની કરી હત્યા, VIDEO વાયરલ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More