Home> Gujarat
Advertisement
Prev
Next

ભાજપ દ્વારા નવા સંગઠન અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અંગે કમર કસી, પ્રશિક્ષણ વર્ગની તૈયારી

રાજ્યમાં યોજાયેલી આઠ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી બાદ પ્રદેશ કાર્યાલય પર આજે ભાજપની પહેલી બેઠક મળી. પેટાચૂંટણીઓના કારણે મોકૂફ રહેલા પ્રશિક્ષણ વર્ગના આયોજન માટે આ બેઠક મળી હતી. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને નવા સંગઠનના કાર્યકરોના પ્રશિક્ષણ વર્ગ યોજાશે. સંગઠન સંરચના દરમિયાન મંડલ સ્તર સુધી આ પ્રશિક્ષણ વર્ગ યોજાશે. શુક્રવાર અને શનિવારે આ માટે પ્રદેશની કાર્યશાળા યોજાશે. મંડલ સ્તર સુધી જનારા વક્તાઓને તાલીમ માટે આ કાર્યશાળા યોજાશે. જેમાં પ્રદેશના હોદેદારો જોડાશે.

ભાજપ દ્વારા નવા સંગઠન અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અંગે કમર કસી, પ્રશિક્ષણ વર્ગની તૈયારી

બ્રિજેશ દોશી/અમદાવાદ : રાજ્યમાં યોજાયેલી આઠ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી બાદ પ્રદેશ કાર્યાલય પર આજે ભાજપની પહેલી બેઠક મળી. પેટાચૂંટણીઓના કારણે મોકૂફ રહેલા પ્રશિક્ષણ વર્ગના આયોજન માટે આ બેઠક મળી હતી. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને નવા સંગઠનના કાર્યકરોના પ્રશિક્ષણ વર્ગ યોજાશે. સંગઠન સંરચના દરમિયાન મંડલ સ્તર સુધી આ પ્રશિક્ષણ વર્ગ યોજાશે. શુક્રવાર અને શનિવારે આ માટે પ્રદેશની કાર્યશાળા યોજાશે. મંડલ સ્તર સુધી જનારા વક્તાઓને તાલીમ માટે આ કાર્યશાળા યોજાશે. જેમાં પ્રદેશના હોદેદારો જોડાશે.

fallbacks

અમદાવાદની જાણીતી કોલેજનો ક્લાર્ક લાખો રૂપિયાની ફી લઇને ફરાર, વિદ્યાર્થીઓ ફસાયા

દિવાળી બાદ મંડલ સ્તર સુધી આ પ્રશિક્ષણ વર્ગ યોજાશે. જેમાં કાર્યકરોને અલગ અલગ 10 વિષય પર માર્ગદર્શન અપાશે. પ્રદેશ સંગઠનમહામંત્રી ભીખુભાઈ દલસાણીયાની અધ્યક્ષતામાં આજે મળેલી બેઠકમાં આ અંગેના આયોજન પર વિશેષ ચર્ચા થઈ હતી. જેમાં દરેક મંડલના પ્રશિક્ષણ વર્ગમાં મહત્તમ 100 કાર્યકરોને મંડલ દીઠ આ માર્ગદર્શન આપવાના કાર્યક્રમ ઘડવામાં આવ્યા હતા. તો સાથેજ પેટા ચૂંટણીઓમાં હાલની ભાજપની સ્થિતિ અંગે પણ ચર્ચા થઈ હતી.

સરકારી નોકરી વાંચ્છુકો માટે આનંદના સમાચાર: GPSC દ્વારા 1203 જગ્યા ભરશે, આ રહી સંપુર્ણ માહિતી

પ્રશિક્ષણ વર્ગમાં કાર્યકરોની વૈચારિક ભૂમિકા સ્પષ્ટ થાય તે માટે અલગ અલગ 10 વિષય નક્કી કરવામાં આવ્યા છે. બે દિવસના પ્રશિક્ષણ વર્ગમાં 10 વિષયો અંગે માર્ગદર્શન અપાશે. રાજ્યમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અને રાજ્ય સરકારની ઉપલબ્ધિઓ અંગે પણ એક વિશેષ સત્ર રહેશે. જેમાં કાર્યકરોને સરકારની કામગીરી અને સિદ્ધિઓ અંગે માહિતી અપાશે તો સાથે જ સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે રહેલા પડકારો અંગે પણ ચર્ચા કરવામાં આવશે. 

GUJARAT CORONA UPDATE: નવા 990 દર્દી, 1055 રિકવર થયા, 7 લોકોનાં નિપજ્યાં મોત

કોરોનાકાળ માં કેન્દ્ર અને રાજ્ય સરકારની કામગીરી લોકો સુધી પહોંચાડી જાગૃતિ લવાશે તો સાથે જ પીએમ મોદીની આગેવાનીમાં અંત્યોદય યોજનાઓ અને છેવાડાના ગરીબો સુધી પહોંચેલા લાભો અંગે પણ વાત કરાશે. સંગઠન સંરચના, કાર્યકરોનો વિકાસ અને ભાજપની વિચારધારા અંગે પણ માર્ગદર્શન અપાશે. કેન્દ્ર સરકારના આત્મનિર્ભર ભારત અંગે પણ માર્ગદર્શન આપવામાં આવશે. સંગઠન સંરચના દરમિયાન કાર્યકરો પોતાની નવી જવાબદારી સંભાળતા પહેલા પક્ષની કામગીરી થી વધુ માહિતગાર થાય તે હેતુથી આ પ્રશિક્ષણ વર્ગ યોજાતા હોય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More