હિતલ પારેખ/ ગાંધીનગર: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી શકે છે. 25 અને 26 નવેમ્બરના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસ ગુજરાતની મુલાકાત લઇ શકે છે. રાજ્યમાં યોજાનાર સ્પીકર કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેવા માટે રાષ્ટ્રપતિ ગુજરાત આવી શકે છે. આ કોન્ફરન્સમાં દેશની તમામ વિધાનસભા સ્પિકર હાજર રહેશે. તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલ સંબોધન કરી શકે છે.
આ પણ વાંચો:- શિક્ષકોને પગાર ચૂકવવાના મામલે અમદાવાદની ઇન્ટરનેશનલ સ્કૂલ વિવાદમાં
પ્રાપ્ત માહિતી અનુસાર, 26 નવેમ્બરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સ્પીકર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કોન્ફરન્સ લોકસભા સ્પિકરના અધ્યક્ષ સ્થાને યોજાઈ રહી છે અને તેમાં દેશની તમામ વિધાનસભાના અધ્યક્ષો હાજરી આપશે. જેથી આ કોન્ફરન્સમાં ભાગ લેવા અને તેનું અધ્યક્ષ પદ સંભાળવા માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ ગુજરાતની મુલાકાતે આવશે. 25 નવેમ્બરના રોજ મોડી સાંજ સુધીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત આવશે.
આ પણ વાંચો:- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે, જાણો શું છે કાર્યક્રમ
ત્યારબાદ 26 નવેમ્બરના સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. આ સ્પિકર ફોન્ફરન્સમાં હાજરી આપશે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળશે. ગુજરાતમાંથી પણ વિધાનસભા અધયક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પણ હાજરી આપશે. આ ઉપરાંત મુખ્યમંત્રી તેમજ રાજ્યપાલ પણ હાજરી આપશે. આ ગુજરાત માટે મહત્વની સ્પીકર કોન્ફરન્સ ગણાશે. જેથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસ ગુજરાતના મહેમાન બનશે.
આ પણ વાંચો:- ગ્રીન ફટાકડાને લઈ લોકોમાં દ્વિધા, જાણો ગ્રીન ફટાકડા એટલે શું? અને તેના ફાયદા
ઉલ્લેખનીય છે કે, 31 ઓક્ટબરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સી પ્લેન સર્વિસના ઉદ્ધાટન માટે આવ્યા હતા અને ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સી પ્લેનમાં બેસીને અમદાવાદ આવ્યા હતા. આ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ પણ નવરાત્રિ બાદ આજે ફરીથી ગુજરાત આવશે. તેઓ ભૂજના માતા મઢવાળીના દર્શન કરશે. જોકે, વહીવટી તંત્ર દ્વારા અમિત શાહનો કાર્યક્રમ જાહેર કરાયો નથી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ માટે કચ્છની મુલાકાતે આવવાના છે. ત્યારે બુધવારે ભુજ આવ્યા બાદ ગુરુવારે ધોરડો કાર્યક્રમમાં અને ત્યારબાદ દેશદેવીના દર્શનાર્થે માતાના મઢ જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે