Home> Gujarat
Advertisement
Prev
Next

10 એપ્રિલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવશે ગુજરાત, માધવપુર ઘેડના મેળામાં આપશે હાજરી

સૌરાષ્ટ્રના અતિ મહત્વના ગણાતા આ ભાતીગળ મેળાથી શ્રદ્ધાળુઓને ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીજીના જીવનમાંથી અતુટ શ્રદ્ધા અને આ વિરાસતોની અખંડિતતાની પ્રેરણા મળતી રહે છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ તાજેતરમાં મન કી બાતમાં માધવપુરના આ મેળાનો ઉલ્લેખ કરી તેનું મહત્વ જણાવ્યું હતુ.

10 એપ્રિલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવશે ગુજરાત, માધવપુર ઘેડના મેળામાં આપશે હાજરી

ગીર સોમનાથઃ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત પોરબંદર ખાતે માધવપુર ઘેડના મેળામાં આગામી તા. 10મી એપ્રિલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપસ્થિત રહેશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઉત્તર પૂર્વ રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. રાજય સરકારના માર્ગદર્શન તા.10થી 14 એપ્રિલ દરમિયાન ભગવાન કૃષ્ણના વિવાહ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રનો વ્યાપ વધે એ માટે ટુરીઝમ સર્કિટના માધ્યમ દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે પૂર્વથી પશ્ચિમને જોડતા રાષ્ટ્રીય સાંસ્કૃતિક પર્વની ગરિમામય ઉજવણી કરાશે. 

fallbacks

સૌરાષ્ટ્રના અતિ મહત્વના ગણાતા આ ભાતીગળ મેળાથી શ્રદ્ધાળુઓને ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીજીના જીવનમાંથી અતુટ શ્રદ્ધા અને આ વિરાસતોની અખંડિતતાની પ્રેરણા મળતી રહે છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ તાજેતરમાં મન કી બાતમાં માધવપુરના આ મેળાનો ઉલ્લેખ કરી તેનું મહત્વ જણાવ્યું હતુ. ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીના વિવાહ પ્રસંગે સૌરાષ્ટ્રના અરબી સમુદ્રના કાંઠે આવેલા માધવપુર ઘેડ ખાતે યોજાતો પરંપરાગત મેળાને રાષ્ટ્રીય ફલક પર સાંસ્કૃતિક પર્વ તરીકે પ્રસ્થાપિત કરવા કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક મંત્રાલય, ઉત્તર-પૂર્વ વિકાસ મંત્રાલય અને ગુજરાતના યુવા સાંસ્કૃતિક વિભાગનના સંયુક્ત ઉપક્રમે વિશેષ કાર્યક્રમોનુ સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે ગુજરાત પ્રવાસન નિગમ- સાંસ્કૃતિક વિભાગ દ્વારા પણ મલ્ટી મીડિયા શો, ઈન્ડેક્સ સી દ્વારા એકઝીબીશન, ચાર દિવસ સુધી વિવિધ થીમ પર એક ભારત શ્રેષ્ઠ ભારતને ઉજાગર કરતી ભવ્ય સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરાશે. 

આ પણ વાંચોઃ યુવરાજસિંહ જાડેજાની ગાડીમાં લાગ્યો હતો કેમેરો, પોલીસ પર ગાડી ચડાવવાની આખી ઘટના કેદ 

માધવપુર ઘેડના મેળાને સૌરાષ્ટ્રની ટુરીઝમ સર્કિટ સાથે જોડી પ્રવાસીઓને સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક વિરાસતોની જાણકારી મળે અને સાથોસાથ સ્થાનિક કક્ષાએ વધુ રોજગારીનું નિર્માણ થાય તેવા બહુઆયામી ઉમદા હેતુ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અનેકવિધ નવતર પ્રયાસો થઈ રહ્યાં છે. પ્રવાસીઓને વિવિધ સગવડતા મળી રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા પૂરતી તકેદારી સાથે વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More