Home> Gujarat
Advertisement
Prev
Next

કોરોના વાયરસ સંક્રમણની કામગીરી સંભાળતા કર્મચારીનું મૃત્યુ થાય તો 25 લાખની સહાયઃ અશ્વિની કુમાર


અશ્વિની કુમારે જણાવ્યું કે, ખેડૂત કિસાન યોજના હેઠળ 40 લાખથી વધુ ખેડૂતોને 2 હજાર રૂપિયાનો પ્રથમ હપ્તો ચુકવી દેવામાં આવ્યો છે.
 

 કોરોના વાયરસ સંક્રમણની કામગીરી સંભાળતા કર્મચારીનું મૃત્યુ થાય તો 25 લાખની સહાયઃ અશ્વિની કુમાર

હિતલ પારેખ/ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા 164 પર પહોંચી ગઈ છે. રાજ્ય સરકાર કોરોનાને રોકવા માટે અનેક પગલાંઓ ભરી રહી છે. હવે રાજ્ય સરકાર તરફથી વધુ એક મોટી જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારનો કોઈપણ કર્મચારી કોરોના વાયરસની કામગીરી સંભાળતા પોતાનો જીવ ગુમાવે તો તેના પરિવારને 25 લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે. મુખ્યપ્રધાનના સચિવ અશ્વિની કુમારે આ માહિતી આપી હતી. 

fallbacks

સરકારી કર્મચારી માટે જાહેરાત
રાજ્ય સરકાર ના કોઈપણ કર્મચારી જે કોરોના વાયરસ કૉવિડ 19 ની કામગીરી સાથે સંકળાયેલા હોય અને કોરોના અસરગ્રસ્ત થવાથી કૉવિડ 19 ના કારણે તેનું અવસાન થાય તો રાજ્ય સરકાર આવા કર્મચારીના પરિવાર ને 25 લાખ રૂપિયાની સહાય આપશે તેવો નિર્ણય મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી એ કર્યો છે.

ખેડૂતોને મળ્યો લાભ
આ સાથે અશ્વિની કુમારે માહિતી આપતા કહ્યું કે, ખેડૂત પરિવારને કિસાન યોજના હેઠળ વાર્ષિક 6 હજાર રૂપિયાની મદદ કરવામાં આવે છે. જેમાં પ્રથમ હપ્તાની એડવાન્સ રકમ ખેડૂત ખાતેદાર દીઠ 2000 જમા કરાવી દેવામાં આવ્યા છે. 40 લાખ કરતા  વધુ ખેડૂતોના ખાતામાં રકમ જમા કરાવવામાં આવી છે. 

રાજ્યમાં દૈનિક જરૂરીયાતની વસ્તુની સ્થિતિ
આ સાથે લૉકડાઉન અંગે માહિતી આપતા તેમણે કહ્યું કે, રાજ્યમાં 1 લાખ 14 હજાર ક્વિન્ટન શાકભાજીની આવક થઈ છે. 20708 ક્વિન્ટન ફ્રુટોની આવક થઈ છે. 46 લાખ 44 હજાર લીટર દૂધનું વિતરણ કરવામાં આવ્યું છે.  તો અમદાવાદની જમાલપુર શાક માર્કેટને જેતલપુર ખસેડવામાં આવી છે. આ સાથે તેમણે વધુમાં ઉમેર્યું કે, આવતીકાલથી સુરતમાં એપીએમસી શરૂ કરવામાં આવશે.ત્યાં સોશિયલ ડિસ્ટેન્સિંગનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More