Home> Gujarat
Advertisement
Prev
Next

રાજ્યમાં ઉજ્જવલા યોજના હેઠળ મહિલાઓને ત્રણ મહિના સુધી ગેસ સિલિન્ડર ફ્રીમાં  

અશ્વિની કુમારે હાલની પરિસ્થિતિની સમીક્ષા કરતા જણાવ્યું છે કે સરકાર કોરોનાની મહામારી પાછળ 6280 કરોડ રૂપિયા ખર્ચી રહી છે.

રાજ્યમાં ઉજ્જવલા યોજના હેઠળ મહિલાઓને ત્રણ મહિના સુધી ગેસ સિલિન્ડર ફ્રીમાં  

ગૌરવ પટેલ, અમદાવાદ : સમગ્ર ગુજરાત લોકડાઉન ની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે આજે રાજ્યમાં લોકોને જીવન જરૂરીયાતની વસ્તુઓ અંગે મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે મોટી જાહેરાતો કરી છે. તેમણે કહ્યું કે રાજ્યમાં ઉજ્જવલા યોજના હેઠળ મહિલાઓને ત્રણ મહિના સુધી ગેસ સિલિન્ડર ફ્રીમાં અપાશે. 

fallbacks

અશ્વિની કુમારે માહિતી આપી છે કે ગુજરાતમાં વધુમાં વધુ દર્દીઓની ઓળખ થાય તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં કિસાન યોજના હેઠળ 47 લાખ 81 હજાર ખેડૂતોને રૂ.2000નો પ્રથમ હપ્તો ચૂકવવામાં આવ્યો છે અને રૂ. 1,182 કરોડના ખર્ચે ગરીબોને અનાજ પહોંચાડવામાં આવશે.

અશ્વિની કુમારે હાલની પરિસ્થિતિની સમીક્ષા કરતા જણાવ્યું છે કે પ્રધાનમંત્રી  ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત ગુજરાતને 3950 કરોડનો લાભ મળશે. ગુજરાતમાં રોજીરોટી માટે આવેલા ત્રણ લાખ જેટલા લોકોને અન્નબ્રહ્મ યોજનામાં રાશન આપવામાં આવ્યું. સરકાર કોરોનાની મહામારી પાછળ 6280 કરોડ રૂપિયા ખર્ચી રહી છે. આ સિવાય એપીએલ 1 કાર્ડ ધારકોને પણ અનાજ મફતમાં આપવાનો નિર્ણય સરકારે કર્યો છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More