Home> Gujarat
Advertisement
Prev
Next

સોશિયલ મીડિયામાં અફવા ફેલાવતા 18 એકાઉન્ટ બંધ કરાયા : આશિષ ભાટિયા

અમદાવાદમાં વધુ 50 કેસ સાથે કુલ કોરોના (corona virus) કેસનો આંકડો 133 પર પહોંચી ગયો છે. ત્યારે અમદાવાદ શહેરમાં લોકડાઉન વચ્ચે કાયદા અને વ્યવસ્થાના પાલન અંગે રિપોર્ટ આપતા શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જણાવ્યું કે, અત્યાર સુધી લોક ડાઉનમા 1829 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. લોક ડાઉનનો અસરકારક અમલ થઈ રહ્યો છે. 144નો ભંગ કરતા 1744 ગુના અને 5243 લોકોની ધરપકડ કરાઈ છે. ગઈકાલે 245 ગુના અને 618 લોકોની ધરપકડ કરાઈ છે. 25 ડ્રોન અમદાવાદમા ઉડાડવામાં આવ્યા છે. ગઈ કાલે કુલ 589 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે અને 7 લાખનો દંડ કરવામાં આવ્યો છે. બિનજરૂરી બહાર નીકળેલા લોકો પર કાર્યવાહી કરવામાં આવી છે. હોમ ક્વોરેન્ટાઇનમા 1853 લોકોને ચેક કરવામાં આવ્યા છે. કોટ વિસ્તારમાં ચેકપોસ્ટ પર લોકોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે. પોલીસ અધિકારી અને કર્મચારીઓની પણ શારીરિક તપાસ થઈ રહી છે. 9 પેરામીટર પર ચકાસણી થાય છે. અમે જે એપ્લિકેશન બનાવી છે તેમાં એન્ટ્રી કરીએ છીએ.

સોશિયલ મીડિયામાં અફવા ફેલાવતા 18 એકાઉન્ટ બંધ કરાયા : આશિષ ભાટિયા

ઉદય રંજન/અમદાવાદ :અમદાવાદમાં વધુ 50 કેસ સાથે કુલ કોરોના (corona virus) કેસનો આંકડો 133 પર પહોંચી ગયો છે. ત્યારે અમદાવાદ શહેરમાં લોકડાઉન વચ્ચે કાયદા અને વ્યવસ્થાના પાલન અંગે રિપોર્ટ આપતા શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જણાવ્યું કે, અત્યાર સુધી લોક ડાઉનમા 1829 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. લોક ડાઉનનો અસરકારક અમલ થઈ રહ્યો છે. 144નો ભંગ કરતા 1744 ગુના અને 5243 લોકોની ધરપકડ કરાઈ છે. ગઈકાલે 245 ગુના અને 618 લોકોની ધરપકડ કરાઈ છે. 25 ડ્રોન અમદાવાદમા ઉડાડવામાં આવ્યા છે. ગઈ કાલે કુલ 589 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે અને 7 લાખનો દંડ કરવામાં આવ્યો છે. બિનજરૂરી બહાર નીકળેલા લોકો પર કાર્યવાહી કરવામાં આવી છે. હોમ ક્વોરેન્ટાઇનમા 1853 લોકોને ચેક કરવામાં આવ્યા છે. કોટ વિસ્તારમાં ચેકપોસ્ટ પર લોકોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે. પોલીસ અધિકારી અને કર્મચારીઓની પણ શારીરિક તપાસ થઈ રહી છે. 9 પેરામીટર પર ચકાસણી થાય છે. અમે જે એપ્લિકેશન બનાવી છે તેમાં એન્ટ્રી કરીએ છીએ.

fallbacks

અમદાવાદમાં બીજા 100-200 નવા કેસ સામે આવવાની શક્યતા : વિજય નહેરા

તેમણે જણાવ્યું કે, સોશિયલ મીડિયામાં 18 એકાઉન્ટ અમને શંકાસ્પદ લાગ્યા છે, જેને બંધ કર્યા છે. 12 એકાઉન્ટની તપાસ ચાલે છે. કુલ 4 ગુના દાખલ કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા અફવા બાબતે  30 એઉકાઉન્ટ માંથી 18 એકાઉન્ટ બંધ કરવામાં આવ્યા છે. 

નિઝામુદ્દીન મરકજને કારણે ગુજરાતમાં કોરોના વકર્યો, મોટાભાગના દર્દી હોટસ્પોટ વિસ્તારના 

તબગિલી જમાતના વધી રહેલા કેસ અંગે તેમણે જણાવ્યું કે, તબલિગી જમાતના લોકો 10 ઓળખાયા હતા, જેમાં હવે 11 થાય છે. અમદાવાદથી કુલ 11 લોકો નિઝામુદ્દીન મરકજમાં ગયા હતા. તબગિલી જમાતના લોકો જે દિલ્હી ગયા હતા, તેમાંથી 10 લોકો સામે આવ્યા હતા. વધુ એક જમાતી સામે આવ્યા છે. કુલ 11 નું દિલ્હી કનેક્શન સામે આવ્યું છે. 

જે લોકોને અમે ઓફિસ આવવા-જવાની મંજૂરી આપી છે એ ગેરલાભ ન લે. જે લોકોને બહાર આવશ્યક કામ માટે મંજૂરી આપવામાં આવી છે, તેનો દૂર ઉપયોગ ન કરે. નહિ તો આ મંજૂરી રદ કરવામાં આવશે. બહાર નીકળતા તમામ લોકો માસ્ક પહેરે. 

વડોદરા : ગોત્રી હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દીઓનો ત્રાસ, જાહેરમાં સ્નાન કરે છે... 

ઝોન-5 એ બનાવેલ એપ દ્વારા હવે શહેરમાં તમામ અધિકારિયોનું ચેકીંગ થશે. પોલીસ કર્મચારીઓના પણ ટેસ્ટ કરવામાં આવ્યા છે. બેન્ક પર જન ધન યોજનાનું વિતરણ ચાલુ છે, ત્યાં પણ પોલીસનો બંદોબદત ગોઠવામાં આવ્યો છે. હેલ્થ વર્કરો સાથે જે લોકો વિરોધ કરે છે તે માટે વધુ પોલીસ ફોર્સ તેમની સાથે રાખવામાં આવશે. નિવૃત્ત આર્મી મેનની પણ મદદ લેવાઈ રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More