ગૌરવ પટેલ, અમદાવાદ : રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા નિયમિત રીતે રોજ પત્રકાર પરિષદ યોજીને રાજ્યમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિની માહિતી આપે છે. આજે તેમણે માહિતી આપી છે કે રાજ્યમાં લૉકડાઉનનો કડકાઈથી અમલ થશે અને લોકો જો લૉકડાઉન તોડશે તો કાર્યવાહી થશે. લૉકડાઉનમાં ટેક્સી કે રીક્ષાને પરવાનગી અપાઈ નથી અને જો આવા ધંધાદારી વાહનો ઝડપાશે તો કાર્યવાહી થશે.
તેમણે લોકોને ભીડ એકઠી ન કરવા ચીમકી આપી છે અને કહ્યું કે જો ભીડ સર્જાય તો 100 નંબર પર પોલીસને જાણ કરવી. ગઈકાલે 10,488 વાહનો જપ્ત થયા છે. લૉકડાઉનમાં બીજી વાર વાહન પકડાશે તો કાર્યવાહી થશે. ઉપરાંત લોકો એ પણ ધ્યાનમાં રાખે આવશ્યક વસ્તુઓ લેવા માટે ખાનગી વાહનોને છૂટ છે. રીક્ષા કે ટેક્સી મળી આવશે તો જપ્ત થશે.
રાજ્યના પોલીસ વડાની પ્રેસ કોન્ફરન્સની હાઇલાઇટ્સ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે