ગાંધીનગરઃ દેશ સહિત ગુજરાતમાં કોરોના વાયરસને કારણે લૉકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, રાજ્યોના 3 શહેરોમાં જ્યાં કર્ફ્યૂ છે ત્યાં તેનો કડક અમલ થઈ રહ્યો છે. જ્યાં કર્ફ્યૂનો ભંગ થયો છે ત્યાં કેસ દાખલ કરવામાં આવ્યા છે. ડ્રોન અને સીસીટીવીથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. તેમણે જણાવ્યું કે, સુરતમાં 10 ગુના ડ્રોન અને 3 ગુના સીસીટીવી દ્વારા નોંધવામાં આવ્યા છે.
આ સાથે તેમણે કહ્યું કે, લૉકડાઉનમાં ફરજ બજાવતા જવાનોનો ઇમ્યુનિટી પાવર વધે તે માટે દવાઓ આપવામાં આવી રહી છે. આ સાથે જપ્ત થયેલા વાહનો પણ કહ્યું કે, રાજ્યભરમાં 59172 વાહનોને મુક્ત કરવામાં આવ્યા છે. આ સાથે એમ્બ્યુલન્સનો દૂર ઉપયોગ કરવાના આધાર પર અત્યાર સુધી 23 એમ્બ્યુલન્સ જપ્ત કરવામાં આવી છે. પોલીસ દ્વારા તમામ સોસાયટીના સીસીટીવી ચેક કરવામાં આવી રહ્યાં છે. તો અફવાઓ ફેલાવનાર સામે પણ પગલાં ભરવામાં આવી રહ્યાં છે.
આ સાથે ડીજીપીએ કહ્યું કે, તબલિગી જમાતનો વધુ એક કેસ ગાંધીનગરમાં સામે આવ્યો છે. તે મહારાષ્ટ્રના ભૂંસાવલમાં ગયો હતો તેની તપાસ થઈ રહી છે. આ સાથે તેમણે કહ્યું કે, ગુજરાતભરમાં કુલ 23 પોલીસકર્મી કોરોનાગ્રસ્ત થયા છે. જેમાં અમદાવાદના 11, બરોડા ગ્રામ્યના એક અને રેલવે પોલીસના એક જવાનનો સમાવેશ થાય છે. તો જમાતના કુલ 12 કેસ સામે આવ્યા છે. આ સાથે તેમણે પોલીસ જવાનોમાં કોરોનાના કેસને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. પોલીસ વડાએ કહ્યું કે, અમે ફ્રન્ટ લાઇન વોરિયર છીએ, જેથી અમને મહત્મ રિસ્ક રહેલું છે. સ્ટાફના પોઝિટિવ કેસોની માહિતીનો પ્રચાર ન કરો. તેનાથી સ્ટાફનું મોરલ ડાઉન થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે