Home> Gujarat
Advertisement
Prev
Next

આચાર્યની હેવાનિયત: વિદ્યાર્થીઓને નગ્ન કરી વિકૃતિની તમામ હદો કરતો પાર, 200 જેટલા વીડિયો આવ્યા સામે

શાળાને શિક્ષણનું મંદિર કહેવામાં આવે છે અને શિક્ષકને માતા પછી બીજો દરજ્જો આપવામાં આવે છે. પરંતુ આ શિક્ષક જ હેવાન બની જાય તો. આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કેમ કે, સુરત શહેરની અત્યાર સુધીની સૌથી મોટી કલંકરૂપી ઘટના સામે આવી છે

આચાર્યની હેવાનિયત: વિદ્યાર્થીઓને નગ્ન કરી વિકૃતિની તમામ હદો કરતો પાર, 200 જેટલા વીડિયો આવ્યા સામે

ચેતન પટેલ, સુરત: સુરતમાં હેવાન આચાર્યની હરકતોના વીડિયો વાયરલ થતાં ભારે હડકંપ મચી ગયો છે. પુણાની શાળા નંબર 300 ના હેવાન આચાર્યની હેવાનિયત સામે આવી છે. હેવાન આચાર્ય વિદ્યાર્થીઓેને નગ્ન કરી શોષણ કરતો હતો. આ હેવાન આચાર્ય વિદ્યાર્થીને નગ્ન કરીને રૂમમાં દોડાવતો હતો. આ હેવાન આચાર્ય વિદ્યાર્થીના કપડા સંતાડીને શોષણ કરતો હતો.

fallbacks

શાળાને શિક્ષણનું મંદિર કહેવામાં આવે છે અને શિક્ષકને માતા પછી બીજો દરજ્જો આપવામાં આવે છે. પરંતુ આ શિક્ષક જ હેવાન બની જાય તો. આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કેમ કે, સુરત શહેરની અત્યાર સુધીની સૌથી મોટી કલંકરૂપી ઘટના સામે આવી છે. જેમાં પુણા વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના આચાર્યએ શિક્ષણના મંદિરને ઐયાશીનો અડ્ડો બનાવ્યો હતો.

દક્ષિણ ગુજરાતના 2 ફેમસ બીચ લોકો માટે બંધ કરાયા, વરસાદના એલર્ટ બાદ પગલા

આ એજ પાપી આચાર્ય છે જેના પર વિદ્યાર્થીઓના ભવિષ્યની મોટી જવાબદારી હતી. પરંતુ તેણે અનેક વિદ્યાર્થીઓના ભવિષ્યને અંધકારમય બનાવી દીધું. નિશાંતકુમાર યોગેશકુમાર વ્યાસ નામના આચાર્યે હેવાનિયતની તમામ હદો પાર કરી દીધી અને શિક્ષણના મંદિરમાં જ બાળકોને નગ્ન કરીને તેમની સાથે વિકૃતિની તમામ હદો પાર કરતો હતો.

અમુલની આ પ્રોડક્ટ્સ થઈ મોંઘી, જાણો કઈ વસ્તુ પર કેટલો કર્યો ભાવ વધારો

આચાર્યની હેવાનિયતના આવા 200 જેટલાં વીડિયો સામે આવ્યા છે. આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે માનસિક વિકૃત આચાર્યનો બાળકો સાથેનો જાતીય સતામણીનો મામલો પુણા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો. જેમાં હેવાન આચાર્ય સામે પોક્સો એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે. ગુનો દાખલ થતાં પ્રિન્સિપાલ નિશાંત કુમાર ઘરેથી ભાગી ગયો છે.

મોબાઈલમાં વ્યસ્ત પુત્રીને માતાએ કામ કરવા કહ્યું, ખોટું લાગી જતા તરૂણીએ ભર્યું આ પગલું

સુરતની પ્રાથમિક શાળાના આચાર્યની આ કરતૂતમાં શાળાના બીજા વિદ્યાર્થીઓની પણ તે મદદ લેતો હતો. પહેલાં તે વિદ્યાર્થીઓને પોતાની કેબિનમાં બોલાવીને નગ્ન કરતો હતો. ત્યારબાદ અન્ય વિદ્યાર્થીઓ પાસે તે મોબાઈલથી શૂટિંગ કરાવતો હતો. પ્રિન્સિપાલની સાથે સાથે અન્ય કેટલાંક વિદ્યાર્થીઓ પણ નગ્ન વિદ્યાર્થીની મશ્કરી કરતા હતા. એટલું જ નહીં વિદ્યાર્થીને નગ્ન કરીને તેને કેબિનમાં દોડાવતા હતા. વિદ્યાર્થીના કપડાં પણ સંતાડી દેતા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More