Home> Gujarat
Advertisement
Prev
Next

વડાપ્રધાન મોદી 21 એપ્રીલે આવશે ગુજરાત, અમદાવાદમાં કરશે મતદાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવશે પરંતુ આ વખતે તેઓ સભા કે પ્રચાર કરવા માટે નહિ પરંતુ મતદાન કરવા માટે ગુજરાતમાં આવશે. પીએમ મોદી અમદાવાદના રાણીપ વિસ્તારમાં નિશાન વિદ્યાલય ખાતે ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર માટે મતદાન કરવા માટે અમદાવાદ આવશે. 
 

વડાપ્રધાન મોદી 21 એપ્રીલે આવશે ગુજરાત, અમદાવાદમાં કરશે મતદાન

બ્રિજેશ દોશી/અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવશે પરંતુ આ વખતે તેઓ સભા કે પ્રચાર કરવા માટે નહિ પરંતુ મતદાન કરવા માટે ગુજરાતમાં આવશે. પીએમ મોદી અમદાવાદના રાણીપ વિસ્તારમાં નિશાન વિદ્યાલય ખાતે ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર માટે મતદાન કરવા માટે અમદાવાદ આવશે. 

fallbacks

21 એપ્રીલે તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં આવશે. બપોરે ત્રણ કલાકે મહારાષ્ટ્રમાં સભા સંબોધીને વડોદરા ખાતે પહોંચશે. અને ત્યાર બાદ વડોદરાથી ઉદેપુર જવા રવાના થશે અને ત્યાર બાદ ત્યાંથી અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. રાત્રીના 9 કલાકે પીએમ મોદી ગાંધીનગર રાજભવન ખાતે પહોંચશે.

વડોદરા: કોંગ્રેસનો પ્રચાર કરવા આવેલી અમીષા પટેલે કર્યા ભાજપના વખાણ

મહત્વનું છે, કે ગુજરાત લોકસભા ચૂંટણીનું મતદાન હોવાથી 23 એપ્રિલે સવારે 7 કલાકે પીએમ મોદી ગાંધીનગર રાજભવનથી અમદાવાદ આવવા રવાના થશે. સવારે 7.30 કલાકે નિશાન વિદ્યાલય રાણીપ ખાતે પીએમ મોદી મતદાન કરશે અને 8 કલાકે એરપોર્ટ જવા રવાના થશે. 8.30 કલાકે અમદાવાદથી ઓરિસ્સા જવા રવાના થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More