Home> Gujarat
Advertisement
Prev
Next

લંપટ આચાર્યઃ ગરૂડેશ્વરની આશ્રમશાળાની 4થી વધુ સગીર બાળકીઓનું કર્યું જાતીય શોષણ

અજાણી વ્યક્તિએ અભયમ મહિલા હેલ્પલાઇનને જાણ કરતાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું, આચાર્ય હર્ષદ પટેલ સામે પોસ્કો હેઠળ ગુન્હો નોંધાયો

લંપટ આચાર્યઃ ગરૂડેશ્વરની આશ્રમશાળાની 4થી વધુ સગીર બાળકીઓનું કર્યું જાતીય શોષણ

નર્મદાઃ નર્મદા જિલ્લામાં ગુરુ શિષ્યના સંબંધને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. યાત્રાધામ ગરુડેશ્વર ખાતે કાર્યરત સ્વામી દયાનંદ આશ્રમ શાળામાં ધોરણ 6 થી 8માં અભ્યાસ કરતી આદિવાસી સગીર વિદ્યાર્થીઓ સાથે શાળાના જ આચાર્ય હર્ષદ જયંતિ પટેલ દ્વારા જાતિય શોષણ કરાયું હોવાની વાત બહાર આવી છે. 

fallbacks

અજાણી વ્યક્તિએ જિલ્લા બાલસુરક્ષા વિભાગ રાજપીપળાને ટેલિફોનિક જાણ કરતા તેઓ 181 અભયમને સાથે લઇ બંને ટીમોએ ગરુડેશ્વર આશ્રમ શાળામાં ભોગ બનનાર બાળકીઓનાં નિવેદન લેતાં આ શિક્ષકે 4 થી 5 બાળકીઓ સાથે આવું કૃત્ય કર્યું હોવાનું બહાર આવ્યું હતું. 

fallbacks

વિધાર્થીઓનો આક્ષેપ છે કે, આ શિક્ષક પોતે ઘરે જઈ વિધાર્થીઓને પોતાની મોટર સાઇકલ પર બેસાડી લાવી શરીરના જુદા-જુદા ભાગો પર સ્પર્ષ કરીને અડપલાં કરતો હતો. સંસ્થાના જ અન્ય શિક્ષકોએ પણ જણાવ્યું કે, આજ શિક્ષકે અન્ય વિધાર્થીનીઓ સાથે છેડતી કરતાં સંસ્થા દ્વારા અગાઉ પણ માફીપત્ર પણ લખાવાયો હતો. તેમ છતાં આ લંપટ શિક્ષક સુધર્યો ન હતો અને પોતાના કરતૂતો ચાલુ રાખ્યા હતા. 

પોલિસે ભોગ બનનારી બાળકીઓની ફરિયાદના આ લંપટ શિક્ષકની ધરપકડ કરીને છે. તેના વિરુદ્ધ સગીર બાળકીઓના જાતીય શોષણ માટે પોસ્કોની કલમ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર કેસની તપાસ ASP કેવડિયા અચલ ત્યાગીના નેતૃત્વમાં પોલીસ કરી રહી છે.

fallbacks

આ અંગે ASP અચલ ત્યાગીએ જણાવ્યું કે, આ પ્રિન્સિપાલ મોટરસાઈકલ લઈને શાળા શરૂ થવાનું કહી બાળકીઓને તેમના ઘરે લેવા ગયો હતો. બાઈક પર શાળાએ લાવતા સમયે તેણે રસ્તામાં એક બાળકીને આગળ બેસાડી અને પછી તેના શરીરનાં જુદા-જુદા ભાગો પર અડપલાં કરવા લાગ્યો હતો. બાળકીએ વિરોધ કરતાં તે તેમને બજારમાં લઈ ગયો અને કહ્યું કે હું તમને નવા કપડાં અપાવું છું. ત્યાર બાદ તે તેમને આશ્રમશાળામાં મુકી આવ્યો હતો. 

ત્રણથી ચાર બાળકીઓએ આ પ્રકારનો આક્ષેપ લગાવ્યા છે. બાળકીની ફરિયાદના આધારે અમે તપાસ કરી રહ્યા છે. બાળકીઓની સગીર વયને અનુલક્ષીને પોસ્કોની કલમ લગાવી છે. આશ્રમશાળામાં પણ તેણે બાળકીઓનું શોષણ કર્યું છે કે નહીં તે જાણવા વધુ બાળકીઓની પણ પુછપરછ કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More