જયદીપ લાખાણી, દ્વારકા: દ્વારકાના બરડિયા નજીક ખાનગી બસ પલટી જતા મોટો અકસ્માત સર્જાયો છે. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે 15 જેટલા મુસાફરોને નાની મોટી ઈજા થઈ છે. દ્વારા પોરબંદર હાઈવે પર બરડિયા પાસે આ દુર્ઘટના ઘટી.
મળતી માહિતી મુજબ દ્વારકા પોરબંદર હાઈવે પર બરડિયા ગામ પાસે ખાનગી બસના ડ્રાઈવરે સ્ટેયરિંગ પર કાબૂ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ. જેમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે અને અનેક લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને 108 મારફતે દ્વારકાની સરકારી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. અત્રે જણાવવાનું કે આ બસ સોમનાથથી દ્વારકા તરફ આવી રહી હતી. ત્યારે રાત્રિના લગભગ 3થી 4 વાગ્યાની આજુબાજુ બસ પલટી જતા અફરાતફરી મચી હતી. આ ખાનગી બસમાં ભરૂચ, વડોદરાના કેટલાક યુવાઓ દ્વારકા અને સોમનાથ દર્શન માટે જતા હતા.
9થી 12નો અભ્યાસ પૂરો કરનારી દરેક કન્યાને મળશે 50,000 રૂપિયા, જાણો બીજી યોજનામાં શું
અત્રે જણાવવાનું કે રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતોનું પ્રમાણ વધતું જોવા મળ્યું છે. અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર પણ મોડી રાતે અકસ્માત સર્જાયો હતો જેમાં એક બાઈક ચાલકનું મોત નિપજ્યું. આ ઘટનામાં થાર ગાડી ચાલકે બાઈક ચાલકને અડફેટે લીધો હતો. જેમાં 18 વર્ષના જયદીપ સોલંકીનું મોત નિપજ્યું. અકસ્માત કરીને થાર ગાડીનો ચાલક ફરાર થઈ ગયો. થાર ગાડી પુર ઝડપે આવી અને બાઈક ચાલકને 50 ફૂટ ઉછાળ્યો હતો. બાઈક ચાલક અને તેના મિત્રો નાસ્તો કરવા રાત્રે નીકળ્યા હતા. ટ્રાફિક પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
સાવધાન! દસ્તાવેજ તૈયાર કરનારે કરવું પડશે આ કામ...નહીં તો 7 વર્ષની જેલ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે