Home> Gujarat
Advertisement
Prev
Next

ટાંટિયા તોડી ફરી આરોપીઓનો નીકળ્યો વરઘોડો! બાબા સાહેબની પ્રતિમાને ખંડિત કરનારાને પોલીસે ભણાવ્યો પાઠ

અમદાવાદમાં બાબા સાહેબની પ્રતિમાને ખંડિત કરનાર આરોપીને કઢાયું સરઘસ કાઢ્યું છે. મહેલુ ઠાકોર અને ભોલાની સરભરા કરી કાયદાનો પાઠ ભણાયાવો. આરોપીઓએ પોતાના કૃત્ય બદલ જાહેરમાં માંગી માફી.

ટાંટિયા તોડી ફરી આરોપીઓનો નીકળ્યો વરઘોડો! બાબા સાહેબની પ્રતિમાને ખંડિત કરનારાને પોલીસે ભણાવ્યો પાઠ

ઝી બ્યુરો/અમદાવાદ: શહેરનાના ખોખરામાં બાબા સાહેબની  પ્રતિમાને ખંડિત કરનારા આરોપીઓનો પોલીસે વરસઘોડો કાઢ્યો છે. મેહુલ ઠાકોર અને ભોલાનું પોલીસે આજે સવારે સરઘસ કાઢ્યું છે. પોલીસે ફરી એકવાર આરોપીઓમાં ઉદાહરણ બેસે તેના માટે કાયદાનું ભાન કરાવ્યું છે. મોટી સંખ્યામાં લોકોએ એકઠા થયા અને જય ભીમના નારા લગાવ્યા હતા. હાલ ખોખરા સ્થિત જયંતીલાલ વકિલની ચાલી ખાતે બાબા સાહેબની નવી પ્રતિમાનું સ્થાપન કરાયું હતું. જયંતીલાલ વકિલની ચાલી ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.

fallbacks

આવતીકાલથી આ જિલ્લાઓનું આવી જ બનશે! આવું અમે નથી કહેતા...ભયાનક છે ગુજરાતમાં આગાહી

જાણો શું હતી સમગ્ર ઘટના?
અમદાવાદના ખોખરા વિસ્તારમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવામાં આવી હતી. આ ઘટના બાદ લોકોમાં રોષ ફેલાયો હતો. ખોખરા વિસ્તારમાં લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને દુકાનો બંધ કરાવી હતી. બાબા સાહેબની પ્રતિમા ખંડિત કરવાની ઘટના બાદ આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસની ટીમ સક્રિય થઈ હતી. હવે બાબાસાહેબની મૂર્તિ ખંડિત કરનાર આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે. 

પાછું ગુજરાતમાં નવું આવ્યું! યુટ્યુબમાં જોઈ યુરિયા લિક્વિડ બનાવવાના કૌભાંડનો પર્દાફા

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા
અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં કેકે શાસ્ત્રી કોલેજની સામે આવેલી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા અજાણ્યા શખ્સોએ ખંડિત કરી હતી. આ ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે મેહુલ ઠાકોર અને ભોલા નામના બે વ્યક્તિની ધરપકડ કરી. આ બંનેએ જૂની અદાવતના ઝગડામાં આ કૃત્ય કર્યું હોવાનું જાણવા મળ્યું છે. મેહુલ અને ભોલાએ પથ્થરો મારી મૂર્તિ ખંડિત કરી હતી. પોલીસે 1000થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. તથા 200થી વધુ લોકોની પૂછપરછ કરી હતી. 

રાત્રિના ત્રણ વાગ્યા આસપાસ ડો. આંબેડકરની મૂર્તિ ખંડિત કરવામાં આવી હતી. આ કેસમાં બે લોકો ઝડપાયા છે, જ્યારે ત્રણ લોકો ભાગી ગયા છે. ક્રાઈમ બ્રાન્ચે આપેલી માહિતી પ્રમાણે જુગન દાસની ચાલી પાસે રહે છે. ક્રાઈમ બ્રાન્ચે કહ્યું કે જુગન દાસની ચાલી પાસે નળિયા સમાજ રહે છે, જ્યાં દીવાલને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ અદાવતને કારણે બાબા સાહેબની મૂર્તિ તોડી હતી. 

વરસાદનો ખતરો નહીં, આ છે ભૂક્કા કાઢી નાંખે તેવી આગાહી! જાણો અંબાલાલ પટેલની આગાહી

ખોખરા બંધનું એલાન
બાબાસાહેબની પ્રતિમાને ખંડિત કરાયા બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. લોકોએ પોલીસની વિરોધમાં પણ નારા લગાવ્યા હતા. ખોખરા વિસ્તારમાં દુકાનો પણ બંધ કરાવવામાં આવી હતી. સ્થાનિકોએ પોલીસને અલ્ટીમેટમ પણ આપ્યું હતું. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More