Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતના હાઈવે નજીક આવી પ્રોપર્ટી ન ખરીદતા, હાઈવેથી કેટલે દૂર ઘર બનાવવું એ પણ જાણી લો

Rules for Construction Near Highway : જો તમે શહેરની બહાર નવી પ્રોપર્ટી ખરીદવા માંગતા હોવ તો તેના સંબંધિત કેટલાક નિયમો જાણી લેવા જરૂરી છે  

ગુજરાતના હાઈવે નજીક આવી પ્રોપર્ટી ન ખરીદતા, હાઈવેથી કેટલે દૂર ઘર બનાવવું એ પણ જાણી લો

Ahmedabad Property Market Investment : ઘરનું ઘર બનાવવા માટે માણસને ખૂન-પસીનો એક કરવો પડે છે. કેટલીય ચપ્પલો ઘસાય છે ત્યારે સપનાનું ઘર બને છે. કેટલાય લોકો એવા હોય છે જેમની આવક વધુ ન હોવાથી તેઓ જીવનમાં એક જ ઘર બનાવી શકે છે. આ ઘરમાં તેઓ પોતાના જીવનની આખી પૂંજી ખર્ચી નાંખે છે. પરંતુ ક્યારેક પ્રોપર્ટી ખરીદવાના સમયે લેવાયેલો એક ખોટો નિર્ણય આજીવન ભારે પડી શકે છે. હાઈવેથી કેટલે દૂર ઘર હોવું જોઈએ તે જાણવું જરૂરી છે. 

fallbacks

જરૂરી ગાઈડલાઈન જાણી લો
સરકારે હાઈવે અને રસ્તાના કિનારે બાંધાકામ માટે નિયમો જાહેર કર્યા છે. આ જ કારણે રસ્તાના કિનારે થતા કન્સ્ટ્રક્શનમાં ગાઈડલાઈન જાણી લેવી જરૂરી છે. એ પણ જાણવુ જરૂરી છે કે હાઈવેથી કેટલે દૂર તમારી પ્રોપર્ટી હોવી જોઈએ. 

ગુજરાતના આ 7 શહેરોમાં પ્રોપર્ટી ખરીદી રાખજો, સરકારની એક જાહેરાતથી વધી જશે પ્રોપર્ટીના ભાવ

નિયમો શું કહે છે 
માહિતી અનુસાર, દરેક રાજ્યમાં મકાનના હાઈવેથી અંતરના અલગ અલગ નિયમો હોય છે. તેના માટે તમારા શહેરની પાલિકામાં જઈને તેની માહિતી મેળવી શકાય છે. દરેક કેટેગરીના રોડ માટે રાઈટ ઓફ વે બનાવાયા છે. તેની મર્યાની બહાર નિર્ધારિત ઓફસેટ છોડીને ડાયવર્ટેડ પ્લોટ પર સર્વસંબિધિત શાસકીય વિભાગોથી એનઓસી લઈને રહેણાંક-વ્યવસાય ભવન નિયમો અનુસાર બનાવી શકાય છે. 

હાઈવેથી કેટલે દૂર ઘર બનાવવું
નિયમો અનુસાર, હાઈવેના મધ્યથઈ બંને તરફ 75/75 મીટરના અંતરમાં કોઈ ઘર બનાવવું ન જોઈએ. જો આ બાંધકામ કરવુ જરૂરી હોય તો તેના માટે NHAI તથા માર્ગમકાન મંત્રાલય દ્વારા પરમિશન લેવુ જરૂરી છે. રાષ્ટ્રીય રાજમાર્ગ નિયંત્રણ એક્ટની ધારા 42 અંતર્ગત નવી વ્યવસ્થામાં સ્પષ્ટ કરાયું છે કે હાઈવેની વચ્ચેથી 40 મીટર સુધી કોઈ નિર્માણની પરમિશન નહિ મળે. જોકે, શહેરી વિસ્તારમાં આ અંતર ઘટીને 60 ફુટ થઇ જાય છે.

ગુજરાતમાં બનશે દેશની પ્રથમ કન્ટેનર હોસ્પિટલ : દર્દીને દુર્ઘટના સ્થળ પર આપશે સારવાર

જમીન નિયંત્રણ નિયમ, 1964 અનુસાર, કોઈપણ ખુલ્લા અને કૃષિ વિસ્તારમાં રાષ્ટ્રીય અથવા પ્રાંતીય હાઇવેના કોઈપણ રોડની મધ્ય રેખાથી 75 ફૂટના અંતરથી પહેલાં કોઈ નિર્માણ ન થવું જોઈએ. જોકે, શહેરી વિસ્તારમાં આ અંતર ઘટીને 60 ફુટ થઇ જાય છે.

રોડથી જરૂરી અંતર કેમ રાખવું જોઈએ? 
રોડથી વધુ નજીક ઘરનું નિર્માણ કરવામાં આવે તો ત્યાં રહેતા લોકોને વાયુ પ્રદુષણની ગંભીર અસર થઇ શકે છે. જેના કારણે ફેફસાંને લગતી બીમારી થવાનું જોખમ રહે છે. આ ઉપરાંત રોડની એકદમ નજીક ઘર બનાવવામાં આવે તો ધ્વનિ પ્રદૂષણો પણ સામનો કરવો પડે છે, પરિણામે સ્વાસ્થ્યને અસર થઇ શકે છે.

ગરીબ પરિવારનો આધાર છીનવાયો! લગ્નના વરઘોડામાં નાચતા સુરતના યુવકનો જીવ ગયો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More