ઝી મીડિયા/બ્યૂરો :IPS હસમુખ પટેલે ટ્વીટ કરીને માહિતી આપી કે, પીએસઆઈની શારીરિક કસોટીની પરીક્ષાનું પરિણામ આવ્યું છે. શારીરિક કસોટીમા પાસ થયેલા ઉમેદવારોની માહિતી વેબસાઈટ પર મૂકવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યભરાં 3 ડિસેમ્બરના રોજ પીએસઆઈની શારીરિક કસોટીનું પરીક્ષા લેવામાં આવી હતી.
આઈપીએસની શારીરિક કસોટીનું પરિણામ વેબસાઈટ પર મૂકવામાં આવ્યુ છે. આ વિશે આઈપીએસ હસમુખ શાહે ટ્વીટ કરીને લખ્યુ કે, પો.સ.ઇ. ભરતીની શારીરીક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની વિગત https://psirbgujarat2021.in વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ છે.
પો.સ.ઇ. ભરતીની શારીરીક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની વિગત https://t.co/GokS99Hz9U વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ છે.#LRD #LRD_ભરતી #LRDP
— Hasmukh Patel (@Hasmukhpatelips) January 15, 2022
જોકે, આ સાથે એક ખાસ સૂચના પણ મૂકવામાં આવી છે કે, આ પરિણામ અંગે કોઈ વાંધો હોય તો તે 21 જાન્યુઆરી, 2022 સુધી અરજી કરી શકે છે. આ માટે પો.સ.ઇ. ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબરઃ ગ-13, સરિતા ઉધાનની નજીક, સેકટર-9, ગાંધીનગર -382007 ખાતે રજી.પો.એ.ડી. અથવા સ્પીડ પોસ્ટ અથવા કુરીયરથી મોકલી આપવાની રહેશે. કોવીડ-19 ના કારણે રૂબરૂમાં અરજી સ્વીકારવામાં આવશે નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે