Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદમાં હવે વાહનોમાંથી થુંકનારાની ખેર નથી! વિદેશની જેમ ઘરે આવશે મેમો, જાણો શું છે દંડ?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સફાઈ મામલે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે વાહનના દરવાજા કે કાચ ખોલી થુંક્યાં તો ઘરે મેમો આવી જશે. હવે તમારા મનમાં એક સવાલ થશે કે વાહનોમાંથી થૂંકતા લોકોને કેવી રીતે પકડશો?

અમદાવાદમાં હવે વાહનોમાંથી થુંકનારાની ખેર નથી! વિદેશની જેમ ઘરે આવશે મેમો, જાણો શું છે દંડ?

ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદમાં વારંવાર સ્વચ્છતાને લઇને અભિયાન ચલાવવામાં આવે છે. જો કે જનતા વારંવાર તેની અવગણના કરતી જોવા મળે છે. અનેક લોકો પાન-મસાલા ખાઇને જાહેરમાં થુંકતા જોવા મળે છે, આવા લોકો સામે હવે તંત્રએ લાલ આંખ કરી છે. જાહેરમાં પાનની પીચકારી મારનારની હવે ખેર નથી.

fallbacks

મતદાર યાદીમા નામ નોંધાવવાનુ બાકી છે? ઉતાવળ કરજો, ગુજરાતમા આ 4 દિવસ યોજાશે ખાસ ઝુંબેશ

વાહનોમાંથી થુંકતા લોકો હવે ચેતી જજો... અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સફાઈ મામલે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે વાહનના દરવાજા કે કાચ ખોલી થુંક્યાં તો ઘરે મેમો આવી જશે. હવે તમારા મનમાં એક સવાલ થશે કે વાહનોમાંથી થૂંકતા લોકોને કેવી રીતે પકડશો? તો અમે તમને જણાવી દઈએ કે તેના માટે કોઈ અલગથી પોલીસ ફાળવવામાં આવશે નહીં. શહેરના સીસીટીવી કેમેરા વડે કંટ્રોલરૂમમાંથી નજર રાખવામાં આવશે અને ગાડીમાંથી થુંકતા લોકોના ઘરે મેમો આપવામાં આવશે. ફરી એકવાર આ ઝુંબેશ હાથ ધરાશે.

રિવર ક્રૂઝ બાદ હવે ફ્લોટીંગ રેસ્ટોરન્ટ, જાણો ક્યાં અને કેવી સુવિધાઓથી હશે સજ્જ

પાન-મસાલાની પિચકારી મારનાર સામે હવે કાર્યવાહી કરવામાં આવશે. તંત્ર દ્વારા જાહેરમાં થુંકનારા આવા લોકો પાસેથી દંડ વસુલવામાં આવશે. ગંદકી ફેલાવતા લોકોને CCTVની મદદથી પકડવામાં આવશે. જાહેરમાં થૂંકનારાઓને પકડવા સ્માર્ટ CCTVની મદદ લેવાશે. વાહન પર જતાં થૂંકનારને રૂપિયા 100નો દંડ વસુલવામાં આવશે. જો કોઇ વ્યક્તિ CCTVથી પકડાય તો ઈ-મેમોથી નોટિસ ઘરે મોકલાશે. ઈ-મેમો દ્વારા રૂપિયા 100નો દંડ વસૂલવામાં આવશે.

આવી રહ્યો છે મોટો ખતરો! ગુજરાતીઓ ભોગવવા તૈયાર રહેજો, અંબાલાલે કીધું એટલે 'ફાઈનલ'

2023 અને 2024માં કેટલાને મેમો આપ્યા તેના આંકડા નીચે મુજબ છે...

fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More