Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતમાં ગ્રીષ્મા હત્યા કેસ બાદ પોલીસ અલર્ટ, આવી ઘટના ટાળવા અમદાવાદમાં ફુટ પેટ્રોલિંગ

સુરતમાં યુવતીની જાહેરમાં હત્યા થયા બાદ સુરક્ષાને લઈ અનેક સવાલ ઉભા થઈ રહ્યાં છે.પરંતુ સુરતમાં બનેલી ઘટના અમદાવાદમાં બને નહિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેને લઈને પોલીસ એલર્ટ થઈ છે. આ સંદર્ભે આજે સરખેજ વિસ્તારમાં પોલીસ દ્વારા ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. અનેક વિસ્તારોમાં પોલીસે ફ્લેગ માર્ચ કરી હતી જેથી પ્રજા અને પોલીસ વચ્ચે સુમેળતા રહે અને ઇમરજન્સી વખતે પોલીસનો વિના સંકોચે સંપર્ક કરી શકે.

સુરતમાં ગ્રીષ્મા હત્યા કેસ બાદ પોલીસ અલર્ટ, આવી ઘટના ટાળવા અમદાવાદમાં ફુટ પેટ્રોલિંગ

મૌલિક ધામેચા / અમદાવાદ : સુરતમાં યુવતીની જાહેરમાં હત્યા થયા બાદ સુરક્ષાને લઈ અનેક સવાલ ઉભા થઈ રહ્યાં છે.પરંતુ સુરતમાં બનેલી ઘટના અમદાવાદમાં બને નહિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેને લઈને પોલીસ એલર્ટ થઈ છે. આ સંદર્ભે આજે સરખેજ વિસ્તારમાં પોલીસ દ્વારા ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. અનેક વિસ્તારોમાં પોલીસે ફ્લેગ માર્ચ કરી હતી જેથી પ્રજા અને પોલીસ વચ્ચે સુમેળતા રહે અને ઇમરજન્સી વખતે પોલીસનો વિના સંકોચે સંપર્ક કરી શકે.

fallbacks

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતની ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઇ છે. જે પ્રકારે યુવાને યુવતીને તેના જ પરિવારની સામે ગળુ કાપીને હત્યા કરી અને તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ફરતો થયો છે તેના કારણે પોલીસ અને તેની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અત્યંત કથળી ચુકી છે. 

જો કે અમદાવાદમાં પ્રમાણમાં સ્થિતિ કાબુમાં છે. તેમ છતા પણ પોલીસ દ્વારા લોકોમાં વિશ્વાસ સંપાદન અને અસામાજિક તત્વોમાં ડર પેસે તે માટે આજે ફુટ પેટ્રોલિંગ કર્યું હતું. આ ફુટ પેટ્રોલિંગમાં અનેક ઉચ્ચ અધિકારીઓ સહિત સમગ્ર પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને અન્ય પોલીસ કાફલો પણ જોડાયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More