Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતના આ જિલ્લામાં હડકાયા કૂતરાથી લોકોમાં ભયનો માહોલ, અનેક લોકો પર શ્વાને કર્યો હુમલો

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં હડકારા કૂતરાએ આચંક મચાવ્યો છે. કૂતરાના હુમલાને કારણે બાળકો, મહિલાઓ સહિત ઘણા લોકોને ઈજા પહોંચી છે. હડકાયા કૂરતાના આતંકને લીધે ગ્રામજનોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગુજરાતના આ જિલ્લામાં હડકાયા કૂતરાથી લોકોમાં ભયનો માહોલ, અનેક લોકો પર શ્વાને કર્યો હુમલો

ભદ્રપાલસિંહ સોલંકી, મહીસાગરઃ રાજ્યમાં વારેવારે રખડતાં ઢોર અને કૂતરાઓના આતંકથી લોકો મુશ્કેલીમાં મુકાતા હોય છે. ત્યારે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ઘોઘાવાડા, ઝેર, સિમલનાળા, વાવકુવા ગામોમાં હડકાયા કૂતરાના આતંકને લઈ ગામમાં ભયનો માહોલ છવાયો છે. 

fallbacks

બાળકો પર કર્યો હુમલો
ઘોઘાવાડા પ્રાથમિક શાળામાં શાળાએ જતા બાળક ઉપર એકાએક હડકાયા કૂતરાએ હુમલો કરતા બાળકને માથા તેમજ પગના ભાગે ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો માથાના તેમજ પગના ભાગે ટાંકા આવ્યા છે. શાળાએ આવતા બીજા બાળક ઉપર પણ હુમલો કરતા કૂતરાએ બેગ પકડી લેતા સ્થાનિક રાહદારીઓ દ્વારા તેને છોડવામાં આવ્યા હતા. ત્યારે ત્યાંથી શ્વાન ભાગી છુટતા અન્ય ગામમાં ખેતરમાં કામ કરતી મહિલાઓ પર હુમલો કર્યો હતો અને જમીન પર ઘસડી હાથ પગ તેમજ સાથળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.

આ પણ વાંચોઃ ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, ઠંડી સાથે માવઠાની પણ આગાહી, નોંધી લો તારીખ

ગ્રામજનોમાં ભયનો માહોલ
બીજી તરફ અન્ય એક મહિલાને પણ પગના ભાગે બચકું ભરતા 7 જેટલા ટાંકા લેવા પડ્યા છે. ત્યારે આજુ બાજુના ગામમાં પણ 10થી વધુ લોકોને કૂતરાએ બચકા ભર્યા છે. હડકાયેલા કૂતરાના આતંકને લઈ ગામમાં ભયનો માહોલ છવાયો છે. ત્યારે હાલ ગ્રામજનો લાકડીઓ હાથમાં લઇ પોતાનું કામ કરી રહ્યા છે અને મહિલાઓ ખેતરમાં જતાં પણ બીક અનુભવી રહી છે ત્યારે બાળકોને શાળાએ તેમજ ઘરની બહાર મોકલતા પણ પરીવાર બીક અનુભવી રહ્યા છે.

આ કૂતરાને પાંજરે પૂરવા તેમજ પકડવા માટે ગ્રામજનો માંગ કરી રહ્યા છે. હાલ એક બાળક ગોધરા ખાતે સારવાર લઈ રહ્યું છે ત્યારે અન્ય બે મહિલાઓ ઘરે આરામ કરી રહી છે.  હજુ પણ તે મહિલાઓ ભયમા છે બીજી તરફ મહીસાગર જિલ્લામાં રેબીસ ઇમ્યુનો ગ્લોબીન રસી ન હોવાને લઈ દર્દીને ગોધરા મોકલવામાં આવી રહ્યા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More