Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ સામે કાર્યકરો આકરા પાણીએ! સંગઠન બદલવા રાહુલ ગાંધીને કરી માંગ

Gujarat Congress Politics: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજથી બે દિવસી ગુજરાતના પ્રવાસે છે. રાહુલ ગાંધી 7 અને 8 માર્ચના રોજ અમદાવાદમાં રહેશે. ત્યારે ગુજરાત કોંગ્રેસના તાલુકા અને બ્લોક પ્રમુખો સાથે રાહુલ ગાંધીએ બેઠક યોજી હતી. આ બેઠકમાં સંગઠન અંગે તાલુકા પ્રમુખોએ બળાપો કાઢ્યો હતો.

ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ સામે કાર્યકરો આકરા પાણીએ! સંગઠન બદલવા રાહુલ ગાંધીને કરી માંગ

Gujarat Congress Politics: વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે તેમનો આ પ્રવાસ બહુ જ મહત્વપૂર્ણ માનવામા આવી રહ્યો છે. વિધાનસભાની ચૂંટણીને હજી બે વર્ષ બાકી છે. પરંતુ રાહુલ ગાંધીએ અત્યારથી જ ગુજરાતનો મોરચો સંભાળી લીધો છે. ત્યારે તાલુકા અને બ્લોક પ્રમુખો સાથે બેઠકમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓની રાહુલ ગાંધી સામે પોલી ખુલી હતી.

fallbacks

સંગઠનને બદલવા માંગ ઉઠી
રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના તાલુકા અને બ્લોક પ્રમુખો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં સંગઠન અંગે તાલુકા પ્રમુખોએ નારાજગી વ્યક્ત કરતા બળાપો કાઢ્યો હતો. કોંગ્રેસ નેતાઓની પોલી ખોલતા તાલુકા પ્રમુખોએ સંગઠનમાં બદલાવ અંગે ફરિયાદ કરી હતી. આ બેઠકમાં કાર્યકરોએ પ્રદેશ અધ્યક્ષ તાલુકા કક્ષાના નેતાઓને ઓળખતા ન હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. 

કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી! હવામાન વિભાગે આ રાજ્યોને આપ્યું એલર્ટ, જાણો

ગદ્દારોને પક્ષમાંથી હાકી કાઢવા માંગ
અમરેલીના એક કાર્યકરે રાહુલ ગાંધી સામે જ ફરિયાદ કરી દીધી હતી. તેમજ ગણતરીના નેતાઓનું જ કોંગ્રેસમાં ચાલતું હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. આ ઉપરાંત ગદ્દારોને પક્ષમાંથી હાકી કાઢવામાં આવે તેવી પણ તાલુકા પ્રમુખોએ રજૂઆત કરી હતી. પ્રિયંકા ગાંધીને ગુજરાતમાં કોંગ્રેસના પ્રચાર માટે મોકલવા પણ કાર્યકરોએ માંગ કરી હતી.

ગુજરાત કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ કમિટીની રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં ગુજરાત કોંગ્રેસના સંગઠનની સ્થિતિ અને બદલાવ અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ હાલના સંગઠન માળખામાં બદલાવને લઈ પણ ચર્ચા કરાઈ. એપ્રિલથી યોજાનાર સંવિધાન યાત્રા અંગે બેઠકમાં ચર્ચા કરાઈ. ત્યારે આ બેઠકમાં રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. 

કેટલી વખત બદલી શકાય છે ટેક્સ રિઝીમ? જાણો નવી-જૂની ટેક્સ રિઝીમમાં સ્વિચ કરવાના નિયમ

કોંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધીને શું રજૂઆત કરી
પોલિટિકલ અફેર કમિટીના તમામ નેતાઓને રાહુલ ગાંધીએ સૌથી પહેલા સાંભળ્યા હતા. જેમાં રાહુલ ગાંધી સામે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ આક્રમકતા સાથે પ્રજા વચ્ચે જવાની વાતો કરી હતી. આક્રમકતા સાથે લડી શકે એવા નેતાઓને કેન્દ્રીય નેતૃત્વ સપોર્ટ કરે અને લીડરશિપ કોમ્પ્રોમાઇઝ ના હોવી જોઈએ એવી રજૂઆત કરાઈ. કોંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધીને રજુઆત કરી કે સતત ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે સંપર્કમાં રહે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More