અમદાવાદ :રાહુલ ગાંધી (Rahul Gandhi) સામે થયેલા માનહાનિ અને બદનક્ષીના કેસનો મામલામાં તેમને બંને કેસમાં જામીન મળ્યા હતા. અમદાવાદ મેટ્રો કેસ (Ahmedabad Metro Court) માં કોર્ટ નંબર 13 અને કોર્ટ નંબર 16માં અલગ અલગ કેસમાં તેમને જામીન આપવામાં આવ્યા હતા. કોર્ટ નંબર 16માં અમિત શાહ (Amit Shah) વિરુદ્ધ જબલપુરમાં ટિપ્પણી કરવાનો મામલો હતો. આ કેસમાં કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટ ફરિયાદી હતા. તો કોર્ટ નંબર 13માં એડીસી બેંક (ADC bank) નો માનહાનિ કેસ ચાલ્યો હતો.
અમિત શાહના નિવેદન કેસમાં જામીન મળ્યા
કોંગ્રેસી નેતાઓ સાથે હોટલમાં ભોજન લીધા બાદ રાહુલ ગાંધી કોર્ટમાં પહોંચ્યા હતા. ત્યારે તેમને સૌથી પહેલા અમિત શાહ વિરુદ્ધ ટિપ્પણી કેસમાં 13 નંબરની કોર્ટમાં સુનવણી ચાલી હતી. જેમાં કોર્ટમાં જજ દ્વારા રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું કે, તમને ગુનો કબૂલ છે કે નહિ. ત્યારે રાહુલ ગાંધીએ ના પાડી હતી. કોર્ટે આ કેસમાં રાહુલ ગાંધીને જામીન આપ્યા હતા, જેમાં કોંગ્રેસી નેતા પરેશ ધાનાણી રાહુલ ગાંધીના જામીનદાર બન્યા હતા. હવે અમદાવાદ મેટ્રો કોર્ટમાં વધુ સુનવણી 7 ડિસેમ્બરે હાથ ધરાશે. કોર્ટે આ કેસમાં તારીખ બદલીને સુનવણી 7 ડિસેમ્બરે હાથ ધરાશે તેવુ જણાવ્યું હતું.
એડીસી બેંક કેસમાં પણ જામીન મળ્યા
રાહુલ ગાંધી સામે અન્ય એડીસી બેંકના માનહાનિ કેસમાં 13 નંબરની કોર્ટમાં સુનવણી ચાલી રહી હતી. 13 નંબરની કોર્ટમાં હાજરી આપ્યા બાદ તેઓ 16 નંબરની કોર્ટમાં એડીસી કેસ મામલે પહોંચ્યા હતા. જ્યાં કોર્ટે તેમને આ કેસમાં 10 હજારના બોન્ડ પર જામીન આપ્યા હતા. આ મામલે હાજર ન રહેવાની અરજી પર વધુ સુનવણી 7 ડિસેમ્બરે હાથ ધરાશે.
હોટલ અગાશિયામાં ગુજરાતી થાળીનો સ્વાદ માણ્યો
ગુજરાતના નેતાઓ સાથે બેઠક બાદ રાહુલ ગાંધી અમદાવાદની પ્રતિષ્ઠિત હેરિટેજ હોટલ અગાશિયામાં ભોજન લેવા પહોંચ્યા હાત. તેમણે અહી અન્ય નેતાઓ સાથે પારંપરિક ગુજરાતી ભોજનનો સ્વાદ માણ્યો હતો. રાહુલ ગાંધીની સુરક્ષાને લઈને હોટલની બહાર પોલીસનો મોટો કાફલો ખડકાયો હતો. રાજીવ સાતવ, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, લાલજી દેસાઈ, હિમાંશુ વ્યાસ, લાખા ભરવાડ, અમિત ચાવડા, શક્તિસિંહ ગોહિલ, દિપક બાબરીયા, હિમતસિહ પટેલ, શૈલેષ પરમાર, હાર્દિક પટેલ વગેરેએ રાહુલ ગાંધી સાથે ભોજન લીધું. ઉલ્લેખનીય છે કે, ગત કોર્ટ વિઝીટમાં રાહુલ ગાંધીએ હોટલ સ્વાતીમાં ભોજન લીધું હતું.
ચોમાસા બાદ ગાબડાવાળા રસ્તાઓની મરામત માટે CMએ ફાળવી 172.48 કરોડની ગ્રાન્ટ
નારાજ નેતા બદરુદ્દીન શેખ સ્વાગત માટે પહોંચ્યા
કોંગ્રેસ પક્ષ સાથે નારાજગીનાં દોર વચ્ચે કોંગ્રેસી નેતા બદરુદ્દીન શેખ રાહુલ ગાંધીને રિસીવ કરવા એરપોર્ટ પહોંચ્યા છે. તેમણે કહ્યુ હતું કે, થોડી નારાજગી હતી, પણ એ પાર્ટીથી નથી. મેં જવાબદારીથી રાજીનામું આપ્યું હતું, પક્ષમાંથી નહિ. જે સાચો અવાજ ઉઠાવ્યો તેનાં સામે કેસ કરવામાં આવ્યાં. ખોટા કેસો કરીને હેરાન કરવા માંગે છે. મેં કોંગ્રેસમાંથી ક્યારેય રાજીનામુ નથી આપ્યું છે. મેં મારા હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. જે નારાજગી હતી તે દૂર થઈ ગઈ છે. એટલે રાહુલજીના સ્વાગત માટે આવ્યો છે.
AMTSનો કૌભાંડી કંડક્ટર પકડાયો, મુસાફરોના ટિકીટના રૂપિયા ચાંઉ કરી જતો, અને ટિકીટ ન આપતો
સરકારે ટીકા સહન કરવાની તૈયારી રાખવી જોઈએ
પરેશ ધાનાણીએ મીડિયાને નિવેદન આપતા કહ્યું કે, લોકતંત્રમાં સૌને બોલવાનો અધિકાર છે. રાહુલ ગાંધી પર ખોટો કેસ થયો છે. સમગ્ર કોંગ્રેસ પાર્ટી રાહુલજીની સાથે છે. તો શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, કોઈપણ પણ સરકારે વિરોધપણાની ટીકા ટપ્પણી સહન કરવાની તૈયારી રાખવી જોઈએ. જ્યારે યુપીએ સરકાર હતી ત્યારે આજ નેતાઓએ યુપીએ સરકાર પર ગાલી-ગલોચ કરીને ટીકાઓ કરી હતી. કોંગ્રેસે ક્યારેય આવા કેસ કર્યા નથી. જયલલિતા કેસનો હવાલો આપતા શક્તિસિંહે કહ્યું કે, એસસીએ આ પ્રકારના કેસ ન કરવા ચુકાદો આપ્યો છે. કોંગ્રસ અંગ્રેજોના દારૂગોળાના ભાષાથી પણ નહોતી ડરી, તો ભાજપના આવા કેસથી પણ નહિ ડરે. રાહુલ સત્ય બોલ્યા છે, સત્ય સાથે રહીને કેસ લડીશું.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે