Rahul Gandhi Gujarat Visit: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના રંગ હવે દેખાઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સોમવાર (21 નવેમ્બર)થી ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર શરૂ કરી દીધો છે. કોંગ્રેસના પૂર્વ પ્રમુખે સોમવારે ગુજરાતમાં બે રેલીઓ યોજી હતી. પહેલા તેમણે સુરતમાં જનસભાને સંબોધી હતી. આ દરમિયાન એક વ્યક્તિએ રાહુલ ગાંધીનું ભાષણ અટકાવ્યું. વાસ્તવમાં રાહુલ ગાંધી હિન્દીમાં બોલી રહ્યા હતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકી તેમના ભાષણનો ગુજરાતીમાં અનુવાદ કરી રહ્યા હતા.
પહેલા રાહુલ ગાંધી એક પંક્તિ બોલતા હતા અને પછી અનુવાદક બનેલા ભરતસિંહ સોલંકી તેને ગુજરાતીમાં રિપીટ કરતા હતા. આવી સ્થિતિમાં રાહુલ ગાંધીએ ભાષણની વચ્ચે જ રોકાઈ જવું પડ્યું હતું. કદાચ આ વાત ત્યાં હાજર લોકોને પસંદ પડી ન હતી.આ દરમિયાન એક વ્યક્તિ સ્ટેજની સામે આવ્યો અને રાહુલ ગાંધીને ગુજરાતીમાં ભાષણ રિપીટ કરવાને બદલે હિન્દીમાં બોલવા જણાવ્યું હતું.
ટ્રાન્સેલટરના વિવાદ પર ભરતસિંહનું નિવેદન
રાહુલ ગાંધીની સભામાં ટ્રાન્સેલટરના વિવાદ પર ભરતસિંહનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, ટ્રાન્સલેશન કરવાનો મેં પ્રયાસ કર્યો હતો. પણ લોકોને રાહુલ ગાંધીને હિંદીમાં સાંભળવાનું હતુ. લોકોએ રાહુલ ગાંધીને હિંદીમાં સભા માટે કહ્યું હતુ. લોકોની માંગ હોવાથી મેં ટ્રાન્સલેશન કરવાનું બંધ કર્યુ. ભાજપના નેતાઓ લોકોને ગુમરાહ કરી રહ્યા છે.
ભાજપે શેર કર્યો વીડિયો
BJP એ આ વિડિયો પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી શેર કર્યો અને લખ્યું કે, આનાથી આગળ અમે બીજું શું કહીએ? તેના જવાબમાં કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનાતે ટિપ્પણી કરી હતી, “કોઈએ વીડિયો જોયા પછી પુછ્યું શું થયું? મેં કહ્યું, તાળીઓના ગડગડાટ સાંભળીને ભાજપના લોકો હચમચી ગયા છે. મારી સંવેદનાઓ!
राहुल गांधी जी गुजरात की और गुजरात राहुल गांधी जी के दिल की बात समझता है।
और कमलगट्टों, इस वीडियो की तालियां गवाह है इस बात की।
रही बात भरत भाई की, तो उन्होंने ट्वीट किया है...सुन मत लेना- सह नहीं पाओगे।https://t.co/Us0Byw9yax https://t.co/WM6emWHPli
— Gujarat Congress (@INCGujarat) November 21, 2022
રાહુલ ગાંધીએ પૂછ્યું - શું હિન્દીમાં ચાલશે?
સ્ટેજની સામે ઉભેલી વ્યક્તિએ રાહુલ ગાંધીને જણાવ્યું કે, "તમે હિન્દીમાં બોલો, અમે સમજી જઈશું. અમારે અનુવાદની જરૂર નથી. આ પછી રાહુલ ગાંધી રોકાયા અને તેમણે પુછ્યું કે, શું આ બરાબર રહેશે, હિન્દીમાં ચાલશે? આના પર જનતાએ તેમની જય જયકાર કરી અને અનુવાદક ભરતસિંહને ત્યાંથી જવાનું કહ્યું. આ પછી રાહુલ ગાંધીએ હિન્દીમાં ભાષણ આપ્યું હતું. ગુજરાતના ચૂંટણી રાજ્યમાં રાહુલ ગાંધીની આ પ્રથમ ચૂંટણી રેલી હતી. તેઓ સુરત જિલ્લાના મહુવામાં આદિવાસીઓની સભાને સંબોધિત કરી રહ્યા હતા.
ભાજપ પર પ્રહાર
તેમણે આદિવાસીઓને દેશના પ્રથમ માલિક ગણાવ્યા અને દાવો કર્યો કે ભાજપ તેમના અધિકારો છીનવવાનું કામ કરી રહી છે. તેમણે કહ્યું કે તેઓ (ભાજપ) તમને વનવાસી કહે છે. તેઓ એવું નથી કહેતા કે તમે ભારતના પહેલા માલિક છો. શું તમે તફાવત જુઓ છો? તેનો અર્થ એ છે કે તેઓ નથી ઈચ્છતા કે તમે શહેરોમાં રહો, તેઓ નથી ઈચ્છતા કે તમારા બાળકો એન્જિનિયર, ડૉક્ટર બને, વિમાન ઉડાવતા શીખે, અંગ્રેજી બોલે.
ભારત જોડો યાત્રા રોકો અને પ્રચાર માટે આવો
રાહુલ ગાંધી હાલમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રાનું નેતૃત્વ કરી રહ્યા છે. તેઓ આ પ્રવાસ રોકીને ચૂંટણી પ્રચાર માટે ગુજરાત આવ્યા છે. સુરત ઉપરાંત રાજકોટમાં પણ તેઓ રેલીને સંબોધી ચૂક્યા છે. 182 સભ્યોની ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે યોજાશે. જ્યારે 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે.
વાયરલ વીડિયો પર લોકોની પ્રતિક્રિયા
લોકોએ આ વીડિયો શેર કર્યો અને લખ્યું કે ભરતભાઈ સોલંકીએ પણ ઓછામાં ઓછા ટ્રાન્સલેશનમાં રાહુલજીનો સાથ છોડી દીધો. ત્યારે લોકોએ કોમેન્ટ કરી કે, “રાહુલ ગાંધીના ભાષણમાં ગુજરાતી અનુવાદ અધવચ્ચે જ અટકાવી દેવામાં આવ્યું હતું. અનુવાદકે કહ્યું કે લોકો તમારી હિન્દી સમજે છે. ગુજરાતમાં ભાષણોનો હિન્દીથી ગુજરાતી અનુવાદ મેં ક્યારેય સાંભળ્યો નથી? જણાવી દઈએ કે મોટાભાગના લોકો આ વીડિયો શેર કરી રહ્યા છે અને લખી રહ્યા છે કે શું કોંગ્રેસમાં કોઈ અનુશાસન નથી?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે