Gujarat Politics : વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે તેમનો આ પ્રવાસ બહુ જ મહત્વપૂર્ણ માનવામા આવી રહ્યો છે. વિધાનસભાની ચૂંટણીને હજી બે વર્ષ બાકી છે. પરંતુ રાહુલ ગાંધીએ અત્યારથી જ ગુજરાતનો મોરચો સંભાળી લીધો છે. જોકે, રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓેને અનેક સવાલો કર્યા હતા.
ગુજરાત કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ કમિટીની રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં ગુજરાત કોંગ્રેસના સંગઠનની સ્થિતિ અને બદલાવ અંગે બેઠકમાં ચર્ચા કરવામા આવી હતી. સાથે જ હાલના સંગઠન માળખામાં બદલાવને લઈ પણ ચર્ચા કરાઈ. એપ્રિલથી યોજાનાર સંવિધાન યાત્રા અંગે બેઠકમાં ચર્ચા કરાઈ. ત્યારે આ બેઠકમાં રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
કોંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધીને શું રજૂઆત કરી
પોલિટિકલ અફેર કમિટીના તમામ નેતાઓને રાહુલ ગાંધીએ સૌથી પહેલા સાંભળ્યા હતા. જેમાં રાહુલ ગાંધી સામે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ આક્રમકતા સાથે પ્રજા વચ્ચે જવાની વાતો કરી હતી. આક્રમકતા સાથે લડી શકે એવા નેતાઓને કેન્દ્રીય નેતૃત્વ સપોર્ટ કરે અને લીડરશિપ કોમ્પ્રોમાઇઝ ના હોવી જોઈએ એવી રજૂઆત કરાઈ. કોંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધીને રજુઆત કરી કે સતત ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે સંપર્કમાં રહે.
પ્રોપર્ટી માર્કેટ પર આવશે મોટું સંકટ, મહાનગરોમાં મકાન ભાડામાં તોતિંગ વધારો, નવો સરવે
રાહુલ ગાંધીએ નેતાઓને કર્યા સવાલ
રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસના નેતાઓને પણ સવાલો કર્યા હતા. રાહુલ ગાંધીએ નેતાઓને પૂછ્યું કે, સવર્ણ વર્ગ કોંગ્રેસથી કેમ વિમુખ થઈ રહ્યો છે. અનેક સમસ્યાઓ હોવા છતાં મોટો વર્ગ ભાજપથી કેમ વિમુખ નથી થતો એ સવાલ પણ તેમણે કર્યો. જ્યારે પણ ત્રીજો પક્ષ કે અન્ય સ્થિતિ બને ત્યારે કોંગ્રેસના મત જ કેમ તૂટે છે? ભાજપના મતમાં કેમ ભંગાણ નથી થતું? 30 વર્ષથી એકહથ્થુ શાસન હોવા છતાં ભાજપના મત ઓછા કેમ નથી થતા અને કોંગ્રેસના મત કેમ નથી વધી રહ્યા? હીરા ઉદ્યોગ, કાપડ અને સિરામિક સહિતના ઉદ્યોગોમાં મંદી જોવા છતાં રોષ કેમ બહાર નથી આવતો?
8-9 એપ્રિલે યોજનાર અધિવેશનમાં AICC ગુજરાત કોંગ્રેસનો રોડમેપ તૈયાર કરી સોંપશે. દરેક નેતાઓની જવાબદારી અને જવાબદેહી સુનિશ્ચિત કરાશે. રાહુલ ગાંધીની કોંગ્રેસ હોદ્દેદારો સાથેની બેઠકોનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો હતો. પૂર્વ પ્રમુખો, પૂર્વ નેતાવિપક્ષ, પોલિટિકલ અફેર્સ કમિટી અને વિવિધ સેલ સાથેની બેઠકો પૂર્ણ થયા બાદ બેઠક અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે, આ બેઠકમાં અનેક સૂચનોની આપ લે અને ખુલ્લામને ડાયલોગ કરવામાં આવ્યા. કોંગ્રેસ માટે શું કામગીરી થઈ શકે અને શું કરી શકાય તે માટેની વાતચીત થઈ. કયા નવા કાર્યક્રમો કરવાથી ગુજરાતના નાગરિકોને ન્યાય આપી શકાય તે અંગે ચર્ચા કરાઈ. જવાબદારી સાથે જવાબદેહી નક્કી કરવા બેઠકમાં સૂચનો આવ્યા. બેરોજગારી, મોંઘવારી અને ખેડૂતોના પ્રશ્ને ચર્ચા કરવામાં આવી. આંદોલનના કાર્યક્રમ પણ નક્કી કરવામાં આવશે.
ગમે તેનો કાફલો હોય, આવું તો ના જ કરાય ગુજરાત પોલીસ! PSI એ સગીરને માર માર્યો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે