Ahmedabad News : રાહુલ ગાંધીએ લોકસભામાં વિપક્ષના નેતા તરીકે બોલતા ભાજપને ગુજરાતમાં તેમને હરાવવાનો પડકાર ફેંક્યો હતો. આ પછી સવાલ એ ઊભો થયો કે રાહુલ ગાંધીએ ભાજપને આટલો મોટો પડકાર કેવી રીતે આપ્યો? હવે રાહુલ ગાંધી ગુજરાતમાં સક્રિય થઈ રહ્યાં છે. આ વચ્ચે આજે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવવાના છે. રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસથી ભાજપના પેટમાં તેલ રેડાશે, કારણ કે તેઓ ગુજરાતની વિવિધ દુર્ઘટનાના પીડિતોને મળવાના છે. તેઓ આજે બપોરે અમદાવાદ આવી પહોંચશે. જ્યા અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર હુમલા બાદ ધરપકડ કરાયેલા કોંગ્રેસના નેતાઓને મળશે. કોંગ્રેસના કાર્યકરોનો ઉત્સાહ વધારવા માટે રાહુલ ગાંધીને આમંત્રણ આપવામાં આવ્યું છે. બે દિવસ પહેલા અમદાવાદમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે પથ્થરમારો થયો હતો. પથ્થરમારાની ઘટના બાદ પોલીસે કોંગ્રેસના કાર્યકરોને કસ્ટડીમાં લીધા હતા.
રાહુલ ગાંધીનો કાર્યક્રમ
આ કરુણાંતિકાના પીડિતોને મળશે રાહુલ ગાંધી
ગઈકાલે રાહુલ ગાંધી હાથરસ દુર્ઘટનાના પીડિતોને મળ્યા હતા. ત્યારે આજે તેઓ ગુજરાતની વિવિધ દુર્ઘટનાના પીડિતોને મળશે. જેમાં મોરબી બ્રિજકાંડ, ગેમઝોન આગકાંડના પીડિતોને મળશે. આ ઉપરાંત વડોદરા બોટ દુર્ઘટના, સુરત તક્ષશિલાના પીડિતોને મળશે. પીડિતો પ્રદેશ કાર્યાલય ખાતે જ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે.
દુનિયામાં પહેલીવાર કોઈ રોબોટે કરી આત્મહત્યા, માણસ કરતા પણ બદતર હતું જીવન
રાહુલ ગાંધી ગુજરાતમાં એક્ટિવ થશે
ગુજરાતમાં કોંગ્રેસ ત્રણ દાયકાથી સત્તાની બહાર છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોમાં રાજ્યમાં આવી કોઈ ઘટના બની નથી, જેમાં બંને પક્ષના કાર્યકરો વચ્ચે સીધી અથડામણ થઈ હતી. અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલયની બહાર પોલીસની હાજરીમાં પથ્થરમારો થયો હતો. 2013 સુધી વિદ્યાર્થી રાજકારણમાં બંને પક્ષોની યુવા પાંખ વચ્ચે આવી ઘટનાઓ બનતી હતી. કોંગ્રેસનું કહેવું છે કે રાહુલ ગાંધીએ હિન્દુ ધર્મ વિશે જે પણ કહ્યું છે તે બિલકુલ સાચું છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ રાહુલ ગાંધીના નજીકના ગણાય છે. ગોહિલે ભાજપને લોકસભામાં ક્લીન સ્વીપ કરતા અટકાવીને અને રાજકોટ આગની ઘટનાને લઈને સમગ્ર શહેર બંધ કરાવીને પોતાનું કદ વધાર્યું છે. માનવામાં આવી રહ્યું છે કે હવે રાહુલ ગાંધી સીધા ગુજરાતમાં તેમની સક્રિયતા વધારી શકે છે.
લોકસભા ચૂંટણી માટે આવ્યા નથી
રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણી દરમિયાન ગુજરાતની મુલાકાત લીધી ન હતી. પ્રિયંકા ગાંધીએ માત્ર વલસાડ અને બનાસકાંઠામાં જ સભાઓ કરી હતી. ગોહિલના નિવેદનને રાજકીય વર્તુળોમાં ભારે તૈયારી સાથે જોડવામાં આવી રહી છે. રાજ્યમાં પંચાયતની ચૂંટણી પહેલા રાહુલ ગાંધી સંપૂર્ણ રીતે સક્રિય થઈ શકે તેવી શક્યતાઓ છે. આ સાથે રાજ્યમાં કોંગ્રેસ પાર્ટીના સંગઠનને મજબૂત કરવાના પ્રયાસો પણ શરૂ થઈ શકે છે. કોંગ્રેસના એક નેતાએ કહ્યું કે આગામી દિવસોમાં રાજ્યમાં બે વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. બંને બેઠકો પર પાર્ટી મજબૂતીથી લડશે. પાર્ટી ઈન્ડિયા એલાયન્સ હેઠળ માણાવદર બેઠક આમ આદમી પાર્ટી માટે છોડી શકે છે.
ગુજરાત સરકારની આ પાણીદાર યોજના કામ કરી ગઈ, ખેડૂતોને મળ્યું તેનું ફળ
અમે ગુજરાતમાં ભાજપને હરાવીશું - રાહુલ ગાંધી
તાજેતરમાં રાહુલ ગાંધીએ લોકસભામાં ભાજપને સીધો પડકાર ફેંક્યો હતો અને કહ્યું હતું કે અમે તમને ગુજરાતમાં હરાવીશું. તેમના નિવેદનનો અર્થ 2027ની ચૂંટણી હતી. 182 સભ્યોની ગુજરાત વિધાનસભામાં બહુમતીનો આંકડો 92 બેઠકોનો છે. કોંગ્રેસે છેલ્લી ચૂંટણીમાં 17 બેઠકો જીતી હતી, જો કે, 2017ની ચૂંટણીમાં પાર્ટીએ 77 બેઠકો જીતી હતી. ત્યારે ભાજપ છેલ્લા બે દાયકામાં પ્રથમ વખત ડબલ ડિજિટ પર પહોંચ્યો હતો. ભાજપને 99 બેઠકો મળી હતી. તે ચૂંટણીમાં પાર્ટીને 41.44 ટકા વોટ મળ્યા હતા. 49.05 ટકા મત ભાજપના ખાતામાં ગયા.
નોકરીઓ આપવામાં મોટા શહેરો કરતા નાના શહેરો આગળ નીકળ્યા, ગુજરાતના 3 શહેરો ટોચમાં
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે