તેજશ મોદી/સુરત :મંગળવારે રાત્રે સુરત પોલીસે સપાટો બોલાવ્યો હતો. સુરત પોલીસે સુરતના ડુમસ રોડના રાહુલરાજ મોલમાં ધમધમતા 10 સ્પામાં દરોડા પાડ્યા હતા. જેમાં 18 વિદેશી મહિલાઓની અટકાયત કરવામાં આવી છે. આ સાથે જ સ્પાના કર્મચારીઓની પણ અટકાયત કરાઈ છે. આ વિદેશી મહિલાઓ ટુરિઝમ વીઝા પર આવીને સ્પામાં કામ કરતી હતી. બે મહિના અગાઉ પણ 15 મહિલાઓ પકડાઈ હતી.
ડીસીપી ઝોન-3 વીડી ચૌધરીને રાહુલરાજ મોલમાં ચાલતા સ્પા વિશે માહિતી મળી હતી. ત્યારે તેઓએ ઉમરા પોલીસને મેસેજ અંગે વિરેફેકન માટે મોકલી હતી. ડુમસ રોડ પર આવેલ રાહુલરાજ મોલમાં અસંખ્ય સ્પા ચાલે છે. ત્યારે મોલમાં 10થી વધુ સ્પામાં દરોડા પાડવામાં આવ્યા હતા. અલગ અલગ સ્પામાંથી 18 વિદેશી મહિલાઓ મળી આવી છે. હાલ તેમના ડોક્યુમેન્ટ્સનું વેરીફિકેશન ચાલી રહ્યું છે. જો વિદેશી મહિલાઓ ટુરિસ્ટ્સ વીઝા પર આવીને અહી કામ કરતી હશે તો તેઓને નારી સુરક્ષામાં મોકલીને ત્યાંથી તેમના દેશમાં ડિપોર્ટ કરવામાં આવશે.
Tiktok પર વીડિયો બનાવી સતત વિવાદોમાં રહેતી સુરતની કીર્તિ પટેલની થઈ ધરપકડ
ઉલ્લેખનીય છે કે, બે મહિના 18 ડિસેમ્બરના રોજ પણ સુરતના વિવિધ વિસ્તારોમાં આવેલા 13 જેટલા સ્પામાં રેડ પાડી હતી. સુરતના ડુમસ રોડ, અડાજણ, રાંદેર, સિટીલાઈટ તેમજ પીપલોદ જેવા વિસ્તારોમાં આવેલા સ્પામાં રેડ પાડવામાં આવી હતી. આ સ્પામાંથી 27 જેટલી થાઈલેન્ડની યુવતીઓ પકડાઈ હતી. પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો હતો કે, આ યુવતીઓ વર્ક પરમિટ વગર ભારતમાં કામ કરી રહી હતી. પીસીબીની ટીમે યુવતીઓની સાથે સ્પાના મેનેજરોની ધરપકડ કરાઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે