Weather Update : આવતીકાલથી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે, ભારે આંધી-વંટોળ સાથે કમોસમી વરસાદ વરસી શકે છે. 4 થી 8 મે સુધી કમોસમી વરસાદની આગાહી છે. ગુજરાતમાં 50 થી 60 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાશે.
ગુજરાતના લોકો થઈ જાઓ સાવધાન
ગુજરાતના લોકોની સાથે રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. ખેડૂતો પોતાનો પાક બચાવવા તૈયાર થઈ જાઓ. આવતીકાલે હવામાનમાં પલટો આવશે. આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી છે કે, આંધી-તોફાન સાથે કમોસમી વરસાદ ત્રાટકશે. રાજ્યમાં 50થી 60 કિલોમીટરની ઝપડે પવનો ફૂંકાશે. 4થી 8 મે સુધી ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં કમોસમી વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતમાં પણ કમોસમી વરસાદની આગાહી છે. વીજળીના કડાકા અને ભારે પવન સાથે કમોસમી વરસાદ પડશે.
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે આવશે વરસાદ
ગુજરાતમાં હવામાન લઈને આગાહી
હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ કહ્યું કે, અમદાવાદ શહેરમાં આજનું તાપમાન 44 ડિગ્રી રહેશે. આગામી 24 કલાક બાદ કમોસમી વરસાદની આગાહી છે. 3 થી 8 તારીખ સુધી સૌરાષ્ટ્ર, કચ્છમાં કમોસમી વરસાદ આવશે. બનાસકાંઠા, મહેસાણા, ભાવનગર, અમરેલી, સુરત વરસાદ આવશે. તો વડોદરા, વલસાડ, નવસારી વિસ્તારમાં વરસાદની આગાહી છે. રાજસ્થાન સાઇકલોન શરૂ થવાના કારણે વરસાદનું એલર્ટ છે.
પરેશ ગોસ્વામીની આગાહી
પરેશ ગોસ્વામીએ કહ્યું કે, ઊંચું તાપમાન હીટવેવ અને ભીષણ ગરમીના રાઉન્ડ બાદ હવે ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવશે. 3 મે 2025 થી 10 મે 2025 વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમા ગાજવીજ અને પવન સાથે માવઠાનો વરસાદ પડી શકે છે. અમુક વિસ્તારમાં કરા પડવાની પણ સંભાવનાઓ છે. દક્ષિણ પાકિસ્તાન પર એક સિસ્ટમ બની છે. જેથી 3 થી 9 મેના રોજ માવઠું થશે અને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત તેમજ પૂર્વ કચ્છમાં અસર થશે. ગાજવીજ-તોફાની પવન પણ જોવા મળી શકે છે, ખેડૂતોએ પણ સાવચેતી રાખવી જોઈએ જેથી તૈયાર પાકને બગડતો અટકાવી શકાય.
અજમેરની હોટલમાં લાગેલી આગમાં અમરેલીના પરિવારે જીવ ગુમાવ્યો, એક જ ઘરના 3ના મોત
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે