હિતલ પારેખ/ગાંધીનગર :રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 101 તાલુકામાં વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના નવસારીના જલાલપોરમાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. સુરત સિટીમાં પણ 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. નવસારીમા પણ 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સુરતના ચોર્યાસીમાં પોણા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. તો બોટાદમાં સવા બે ઈંચ વરસાદ પડ્યો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 9 તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. તો રાજ્યના ૧૭ તાલુકામાં ૧ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. આજે સવારથી આઠ વાગ્યા સુધીમાં રાજ્યના 9 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આજે પણ દક્ષિણ ગુજરાતના તાલુકામાં વરસાદનું જોર રહ્યું છે. વલસાડના ઉમરગામ અને સુરતના ચોર્યાસીમાં આજે સવારે 1.5 ઇંચ કરતા વધારે વરસાદ ખાબકી ચૂક્યો છે.
આગામી બે અઠવાડિયા દરમિયાન રાજ્યનાં વ્યાપક વિસ્તારોમા સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આગામી બે અઠવાડિયામા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી કરાઈ છે. વેધર વોચ કમિટી બેઠકમાં વરસાદી માહોલની પરિસ્થિતિ પર ચર્ચા કરવામાં આવી છે.
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ વરસાદ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે