Home> Gujarat
Advertisement
Prev
Next

Amreli જિલ્લામાં વરસાદથી સ્થાનિક નદીમાં પૂર, નદીના પ્રવાહમાં બાઇક તણાયું

લીલીયા અને આસપાસના ગ્રામ્યવિસ્તારોમાં વરસાદ થતા લીલીયાની નાવલી નદીમાં પુર આવ્યું હતું.

Amreli જિલ્લામાં વરસાદથી સ્થાનિક નદીમાં પૂર, નદીના પ્રવાહમાં બાઇક તણાયું

કેતન બગડા, અમરેલી: અમરેલી (Amreli)  જીલ્લામાં ગઈકાલે મેઘરાજાનું આગમન થયું હતું. અમરેલી (Amreli)  જિલ્લાના બાબરા, લાઠી, લીલીયા, બગસરા, ચિતલ ગામમાં વરસાદ થયો હતો. વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. લાંબા સમય બાદ વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. થોડા સમય પહેલા જ ખેડૂતો (Farmer) એ કપાસિયા ખેતરોમાં સોંપી દીધા હતા. ત્યારે ખેડૂતો વરસાદ (Rain) ની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા.ગઈકાલે મેઘરાજાનું જિલ્લામાં આવમન થતાં જ ખેડૂતો ખુશ થઈ ગયા હતા. 

fallbacks

સોખડા ગામે જમીન સંપાદન મામલે વિરોધ: કબજેદારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ,પોલીસકર્મી સહિત 9ને ઇજા

લીલીયા અને આસપાસના ગ્રામ્યવિસ્તારોમાં વરસાદ થતા લીલીયાની નાવલી નદીમાં પુર આવ્યું હતું. તો બાબરાના ચરખા ગામની સ્થાનિક નદીમાં પૂર આવતા ચરખા, ચમારડી રસ્તો બંધ થઈ ગયો હતો. બાબરાના ઘૂઘરાળા ગામે સ્થાનિક નદી (River) માં પૂર (Flood) આવ્યું હતું પરંતુ એક મોટરસાયકલ સવારનું મોટરસાયકલ પાણીના પ્રવાહમાં તણાયુ હતું.

જો કે બાઇક સવારનો આબાદ બચાવ થયો હતો. ગઈકાલે અમરેલી (Amreli) જિલ્લામાં વરસાદ આવવાથી ખેડૂતોમાં રાહત થઈ છે.જો વરસાદ હજુ ખેંચાત તો જે ખેડૂતોએ ખેતરોમાં કપાસિયા સોપિયા હતા તે બળી જાત. પરંતુ મેઘરાજાએ હેત વાર્તાવવતા ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ છે.આમ ગઈકાલે અમરેલી (Amreli) જિલ્લામાં વરસાદ આવતા ભારે બફારાથી લોકોને રાહત મળી છે અને વાતાવરણમાં પણ ઠંડક છવાઈ ગઈ છે.

Amreli: મહિલા મોરચાના મહામંત્રી ફોટા પર બીભત્સ કોમેન્ટ કરતા સર્જાયો વિવાદ

હજુ તો ચોમાસાની બરાબર શરૂઆત પણ થઇ નથી તેવા સમયે પણ મુંજીયાસર ડેમમાં 80 ટકા પાણી ભર્યું છે. ડેમની કુલ જળ સંગ્રહ ક્ષમતા 13.65 એમસીએમ છે તેની સામે હાલમાં 10.917 એમસીએમ પાણી ભર્યું છે. દરવાજા વગરના આ ડેમમાંથી કેનાલ દ્વારા પાણી છોડવામાં આવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More