હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતભરમાં આજે જન્માષ્ટમી (Janmastami) નો પર્વ ઉજવાઈ રહ્યો છે, ત્યાં આકાશમાંથી પણ મેઘમહેર થતા વાતાવરણમાં ઠંડક છે. ખુશનુમા વાતાવરણને કારણે લોકોમાં પણ ઉત્સવની ઉજવણીનો આનંદ જોવા મળી રહ્યો છે. હવામાન ખાતાએ વરસાદ (heavy rain) ના આપેલા આંકડા પર એક નજરી કરીએ તો, રાજ્યમાં સવારથી આઠ વાગ્યા અત્યાર સુધીમાં 80 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ પંચમહાલના જાંબુઘોડામાં પોણા બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તો સુરતના માંગરોળમાં 1.5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. પંચમહાલના હાલોલમાં અને કચ્છના મુદ્રામાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 183 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં ૨૪ કલાકમાં ૭ તાલુકામાં ચાર ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. તો રાજ્યના ૧૭ તાલુકામાં ૩ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. 29 તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યના 70 તાલુકામાં ૧ ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ, સુરત જિલ્લામાં મેઘમહેર યથાવત છે. રાત્રિના સમયે જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમ્યાન નોંધાયેલ વરસાદ પર એક નજર કરીએ....
વડોદરામાં પણ આજે સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ગત રાત્રિથી સતત વરસાદ છે. જેમાં હરીનગર, ગોત્રી, ફતેગંજ, સયાજીગંજ, રાવપુરા, વાઘોડિયા રોડ, આજવા રોડ, સુભાનપુરા વિસ્તારમાં વરસાદી માહોલથી લોકોમાં આનંદની લાગણી છવાઈ છે. વડોદરામાં છેલ્લા 24 કલાકમાં સવા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે. તો ડેસરમાં 1.5 ઇંચ, પાદરામાં 2 ઇંચ, સાવલીમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે