ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં ચોમાસાએ દસ્તક દીધી છે. ત્યારે સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદ મન મૂકીને વરસ્યો છે. ત્યારે જૂનાગઢ નજીક માંગરોળના અરબી સમુદ્રમાં ચોમાસાની અસર જોવા મળી હતી. સમુદ્રમાં કરંટની સાથે ઉંચાં મોજાં ઉછળતાં પણ જોવા મળ્યા છે. સમુદ્રમાં ઉછળતાં મોજાં અને તેનો પ્રવાહ ચોમાસાની અસર સૂચવે છે.
દ્વારકા જિલ્લાના મેઘપર ટીટોડી ગામે ભારે વરસાદ બાદ આભ ફાટયા જેવી સ્થિતિ જોવા મળી. 4 ઇંચ વરસાદથી ચારે તરફ પાણી પાણી થઈ ગયું છે. મેઘપર ટીટોડીની નદીમાં પૂર આવતા બે કાંઠે વહેતી થઈ છે. મેઘપર ટીટોડીથી સ્ટેટ હાઇવે પરના પુલ પરથી પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો છે. ૩ ઇંચ જેટલા વરસાદ થતાં ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે.
તો અમરેલી જિલ્લામાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. ખાંભા પંથકના ગ્રામ્ય વિસ્તારમા વરસાદ જોવા મળ્યો છે. ડેડાણ, રાયડી, માલકનેસ, ત્રાકુડા સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. વાવણી બાદના વરસાદથી ખેડૂતોમા ખુશી છવાઈ છે. જૂનાગઢ શહેરમાં વરસાદને લઈને જોષીપરા અન્ડર બ્રિજમાં પાણી ભરાયા છે. હજી ચોમાસું શરૂ જ થયું છે અને વાહન ચાલકોને પસાર થવામાં થોડી મુશ્કેલી પડી રહી છે. દર વર્ષે ચોમાસામાં અન્ડર બ્રિજમાં પાણી ભરાયા છે. ધોધમાર વરસાદ બાદ થોડા સમય માટે અન્ડર બ્રિજમાં પાણી ભરાયેલું રહે છે. ધીમે ધીમે પાણી ઓસર્યા બાદ વાહન વ્યવહાર નિયમિત થાય છે.
ગુજરાતમાં યોગા દિવસ : CM રૂપાણીએ યોગાથી દિવસની શરૂઆત કરી, કીર્તિદાન ગઢવીએ પરિવાર સાથે યોગા કર્યાં
દ્વારકા જિલ્લાના ભાણવાર ગામે આભ ફાટયા જેવી સ્થિતિ છે. 3 ઇંચ વરસાદથી ચારે તરફ પાણી પાણી થયું છે. ભાણવડની ફુલકું નદીમાં પૂર આવતા બે કાંઠે વહેતી થઈ છે. ભાણવડમાં ફુલકું નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ અવિરત વહી રહ્યો છે. 3 ઇંચથી વધુ વરસાદ થતાં ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યાં છે.
કચ્છના ભૂજના ભારાસર ગામે ભૂગર્ભ જળ સંચય 2020 હેઠળ વરસાદી પાણીના ધોધ વહ્યા હતા. ભારાસર ગામે ભૂગર્ભ જળ સંચય થતા આજુબાજુ આવેલા 12-15 કુવાઓમાં રિચાર્જ થયા છે. વરસાદી પાણીના વોકડા (છેલડા) માંથી નાળી દ્વારા જુના કુવાઓમાં પાણી ઉતારાયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે