અમદાવાદ :ગુજરાતમાં આખરે વરસાદે ભીની દસ્તક આપી છે. 15 દિવસના વિરામ બાદ શનિવારે રાજ્યના 20 જિલ્લાના 43 તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો હતો. જેમાં મેઘરાજાની પધરામણીથી લોકોને તો હાશકારો થયો જ છે, પણ સૌથી મોટી રાહત ખેડૂતોને થઈ છે. કારણ કે, વિરામ બાદ વરસાદ આવતા વાવેતરને જીવનદાન મળ્યું છે. તો હવે રાજ્યમાં વિધીવત વરસાદની શરૂઆત થઈ ગઈ હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું છે. આજથી બે દિવસ સુધી હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આવનારા બે દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. વલસાડ, નવસારી, નર્મદા, છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ હળવા વરસાદની આગાહી છે.
આક્રમક થઈને બોલ્યા રૂપાણી, ‘MPના CM-મંત્રીને ચેતવણી આપું છું, નર્મદા પાણી પ્રશ્ને રાજકારણ ન કરે’
શનિવારે ક્યાં ક્યાં વરસાદ નોંધાયો
ગુજરાતના વિવિધ પંથકમાં લાંબા સમય બાદ ફરી મેઘરાજાનું આગમન થતા ખેડૂતોમાં હર્ષની હેલી છવાઈ ગઈ છે. અનેક લોકોને ગરમીના ઉકળાટથી રાહત મળી છે. તો બીજી તરફ, કેટલાક પંથક હજી પણ વરસાદની રાહમાં બેસ્યા છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે