Home> Gujarat
Advertisement
Prev
Next

રાજ્યમાં વહેલી સવારથી વરસાદ: રાપરમાં 3 ઇંચ, પાવીજેતપુરમાં 4 ઇંચ વરસાદ

રાજ્યમાં ભારે પવન સાથે ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે આજે (મંગળવાર) વહેલી સવારથી જ રાજ્યના ક્યાંક 1થી 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, તો ક્યાંક વરસાદી ઝાપટા જોવા મળ્યા છે. અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ સર્જાતા છુટો છવાયો વરસાદ પડી રહ્યો છે.

રાજ્યમાં વહેલી સવારથી વરસાદ: રાપરમાં 3 ઇંચ, પાવીજેતપુરમાં 4 ઇંચ વરસાદ

અમદાવાદ: રાજ્યમાં ભારે પવન સાથે ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે આજે (મંગળવાર) વહેલી સવારથી જ રાજ્યના ક્યાંક 1થી 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, તો ક્યાંક વરસાદી ઝાપટા જોવા મળ્યા છે. અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ સર્જાતા છુટો છવાયો વરસાદ પડી રહ્યો છે. તો બીજી બાજુ કચ્છમાં મોડી રાત્રે વરસાદે તોફાની બેટિંગ કરતા 1થી 3 ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં ચોમાસાના આગમનથી ધરતીપુત્રોમાં આનંદની લાગણ પ્રસરી ગઇ છે, તો શહેરી વિસ્તારોમાં ગરમી અને બફારથી લોકોને રાહત મળતા સમગ્ર વાતાવરણમાં ઠંકડ અનુભવી રહ્યાં છે.

fallbacks

વધુમાં વાંચો:- મુંબઇ કસ્ટમે 3000 કરોડના હિરા સીઝ કર્યા, કંપનીઓનો દાવો- અમારી પાસે કાયદેસરના કાગળો

fallbacks

સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે આજે વહેલી સવારથી જ અમદાવાદના ચિલોડા, નરોડા, કોતરપુર, સરદારનગર એરપોર્ટ, શાહીબાગ સહિતના વિસ્તારો તથા કોટ વિસ્તાર જમાલપુર, રાયખડ, એલિસબ્રિજમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. ત્યારે રવિવારે મોડી રાત્રે પડેલા વરસાદ બાદ અમદાવાદમાં 1997 પછી પ્રથમ વખત જૂનમાં લઘુતમ તાપમાન નોંધાયું છે. જો કે, આણંદમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે ગરમી અને બફારથી લોકોને રાહત મળી અને ખેડૂતો બે દિવસમાં જ વાવણી શરૂ કરશે. આ સાથે અરવલ્લી જિલ્લામાં પણ સવારથી જ વરસાદ વરસી રહ્યો છે.

વધુમાં વાંચો:- ગુજરાત રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવાર જાહેર, જાણો કોણ છે ‘એસ જયશંકર’

મોડાસા તથા શામળાજી સહિતના જિલ્લાઓમાં ઝરમર વરસાદ પડી રહ્યો છે. મોડાસામાં 2 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ અને મેઘરજમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાની માહિતી મળી રહી છે. તો બીજી બાજુ કચ્છના રાપર તાલુકામાં રાત્રે 12 વાગ્યા પછી વરસાદે તોફાની બેટિંગ શરૂ કરી દીધી હતી. રાપર તાલુકામાં 1 કલાકમાં બેથી અઢી ઇંચ જેટલા વરસાદ ખાબક્યો છે. જ્યારે રાપર સહિત અન્ય ગામોમાં 1 થી 3 ઇંચ જેટલો ધોધમાર વરસાદ થયો હોવાની માહતી મળી રહી છે. પંચમહાલમાં પણ મોડી રાત્રથી જ સાર્વત્રિક વરસાદ શરૂ થઇ ગયો હતો.

વધુમાં વાંચો:- 142મી રથયાત્રા: જગન્નાથજીની રથયાત્રામાં કુસ્તીબાજોએ શરૂ કરી અનોખી તૈયારી

ગોધરા નગર પાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના ભાગ રૂપે ગોધરા શહેરનાં તમામ વરસાદી કાસ અને ગરનાળાની સફાઈ કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જે દાવાની પોલ પ્રથમ વરસાદમાં ખુલવા પામી છે. માત્ર બે ઈંચ વરસાદમાં જ શહેરના મોટા ભાગનાં વિસ્તારોના મુખ્યમાર્ગો ઉપર વરસાદી પાણીનો જમાવડો જોવા મળી રહ્યો છે. ગોધરામાં 65 મિમી, શહેરામાં 66 મિમી, હાલોલમાં 02 મિમી, કાલોલમાં 05 મિમી, જાંબુઘડામાં 42 મિમી, મોવહાડફમાં 16 મિમી અને ઘોઘંબામાં 35 મિમી વરસાદ ખાબક્યો છે.

fallbacks

વધુમાં વાંચો:- ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટની ચૂંટણીમાં કોંગ્રેસના 1 જ્યારે ભાજપના 2 સભ્યોનો વિજય

તાપી જિલ્લામાં ગત રાત્રી દરમ્યાન વીજળીના કડાકા સાથે મેઘરાજા મન મૂકી વરસ્યા હતા. તાપી જિલ્લાના 7 તાલુકાઓમાં વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે તાપી જિલ્લામાં કુલ 88 મિમી વરસાદ નોંધાયો છે. જેમાં સોનગઢમાં 67 મિમી, વ્યારામાં 07 મિમી, વાલોડમાં 06 મિમી, ડોલવણમાં 07 મિમી, ઉચ્છલમાં 1 મિમી અને નિઝર તથા કુકરમુંડામાં 00 મિમી વરસાદ પડ્યો છે. મહીસાગર જિલ્લામાં શરૂઆતી વાવાઝોડા બાદ મોડી રાતથી સમગ્ર જિલ્લામાં વરસાદનું આગમન થયું છે.

વધુમાં વાંચો:- મહેસાણાના લીંચ ગામે ‘સગીરો’ માટે મોબાઇલ ફોન વાપરવા પર પ્રતિબંધ

મહિસાગર જિલ્લાના કડાણા, લુણાવાડા, સંતરામપુર, વીરપુર તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે બાલાસિનોરમાં 12 મિમી અને ખાનપુરમાં 16 મિમી વરસાદ નોંધાયો છે. છોટાઉદેપુર જિલ્લામાં રાત્રિ દરમિયાન ભારે વરસાદ પડ્યો છે. ત્યારે પાવીજેતપુરમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. તો છોટાઉદેપુરમાં 2.5 ઇંચ, બોડેલીમાં 2 ઇંચ, સંખેડામાં 1 ઇંચ, ક્વાંટમાં 0.75 ઇંચ અને નસવાડીમાં 0.5 ઇંચ વરસાદ નોંધાયો છે. વહેલી સવારથી જ વરસાદ ક્યાંક ભારે તો ક્યાંક ધીમી ધારનો વરસાદ શરૂ થઇ જતા સમગ્ર રાજ્યમાં ઠંકડ પ્રસરી ગઇ છે.

fallbacks

વધુમાં વાંચો:- ગુજરાત રાજ્યસભાની બે સીટ માટે ભાજપે આ ઉમેદવારના નામ કર્યા જાહેર

સોમવારે બપોર પછી દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીની સાથે રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા હવામાન નિષ્ણાતે વ્યક્ત કરી છે. રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેને પગલે બે દિવસ ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. તેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત ભારે વરસાદની આગાહી છે. આગામી 48 કલાકમાં વિધિવત ચોમાસાની શરૂઆત થઈ જશે. ગુજરાતમાં વરસાદના આગમનની હવે હવામાન વિભાગે ગઈકાલે વિધિવત જાહેરાત કરી છે.

જુઓ Live TV:- 

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More