અમદાવાદ: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. આસો મહિનામાં અષાઢી વાતાવરણ છવાયું છે. દરમિયાન ભારે વરસાદના કારણે અમદાવાદ શહેર પાણીપાણી થયું છે. અમદાવાદ શહેરમાં વરસાદના પાણી ગરબા મેદાનો પર ભરાઈ જતાં મોટાભાગના ગરબાના આયોજનો રદ કરવાની ફરજ પડી છે. રાજ્ય સરકાર દ્વારા આયોજીત વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ સહીતના મોટા ગરબા રદ થયા છે.
ભારે વરસાદના કારણે અમદાવાદની ત્રણ ક્લબમાં આવતીકાલે પણ ગરબા નહીં યોજાય. શહેરના 45 મુખ્ય ગરબા આયોજકોમાંથી 7 આયોજકે સાંજે વરસેલા વરસાદ પહેલાં જ નવરાત્રીનું આયોજન રદ કરવાની જાહેરાત કરી હતી. અમદાવાદમાં સાંજે વરસેલા વરસાદના કારણે ઠેરઠેર ચક્કાજામના દૃશ્યો સામે આવ્યા છે.
શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં કડાકા ભડકા સાથે વરસાદ તૂટી પડતાં ઠેર ઠેર ઝાડ પડવાની ઘટનાઓ સામે આવી છે. શહેરમાં ઝાડ પડવાના 8 બનાવો સામે આવ્યા છે. ગીતા મંદિર બસ પોર્ટના સર્કલ પર વીજ થાંભલો પડતાં ટ્રાફિક જામ થયો છે. ત્યારે વરસાદ બંધ ન આયોજકોએ રેઇન ગરબાનું આયોજન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે