Weather Update : એપ્રિલમાં ફરી ગુજરાત સહિત આખા દેશનું વાતાવરણ ડામાડોળ થવાનું છે. એપ્રિલમાં આંધી વંટોળની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. તો દેશના અનેક રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ આવશે.
હજી ગરમી વધશે - અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલે ગુજરાતમાં કાતિલ ગરમી વિશે કહ્યું કે, આજથી રાજ્યમાં ગરમીનો પારો વધશે. મધ્ય ગુજરાત ના ભાગોમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી ઉપર જઈ શકે છે. વડોદરા, આણંદ, નડિયાદના ભાગોમાં ગરમી વધશે. તો કચ્છ, બનાસકાંઠા, પાટણ, સિદ્ધપુર, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ તાપમાન ૪૨ ડિગ્રીથી વધુ જશે. આગામી 12 એપ્રિલ સુધી રાજ્યમાં ગરમી વધારે રહેશે. પરંતું 10 એપ્રિલ પછી રાજ્યમાં ગરમીનું જોર ઘટશે.
એપ્રિલના મધ્યમાં આવશે વરસાદ
હવામાન નિષ્ણાતની આગાહી કહી છે કે, 12 થી 14 એપ્રિલ દરમિયાન ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉઠશે. હવામાનમાં મોટો પલટો આવશે. 17 થી ૨૦ એપ્રિલ દરમિયાન કેટલાક ભાગોમાં પવન સાથે વરસાદી છાંટા પડી શકે છે. દેશ સહિત રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ થશે. 14 એપ્રિલ પહેલા દેશના ભાગોમાં પ્રિ મોનસુન એક્ટિવિટી થશે, જોકે, તેની ગુજરાતમાં અસર ઓછી થશે.
આ તારીખ પછી ફરી ગરમી પડશે
26 એપ્રિલ બાદ આકરી ગરમી પડશે. ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. એપ્રિલ માસમાં હવામાનમાં વારંવાર પલટો આવશે. એપ્રિલ માસમાં પવનનું જોર રહેશે, જેની અસર બાગાયતી પાકોમાં થશે. જૂનાગઢ, અમરેલી સહિત સૌરાષ્ટ્રમાં તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ રહેશે. તો દક્ષિણ ગુજરાત માં તાપમાન ૪૦ ડિગ્રી તાપમાન જઈ શકે છે.
Bulldozer Justice : બુલડોઝર ન્યાય પર ભાજપ જ નેતાએ ઉઠાવ્યા સવાલ
હવામાન વિભાગની આગાહી
6 થી 9 એપ્રિલ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હિટવેવની આગાહી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે કહ્યું કે, આજે કચ્છમાં ઓરેન્જ એલર્ટ, જયારે રાજકોટમાં યેલો અલર્ટ સાથે હીટવેવની આગાહી છે. આવતીકાલથી બે દિવસ કચ્છમાં સિવિયર હીટવેવ સાથે રેડ અલર્ટની આગાહી છે. રાજકોટ અને, મોરબીમાં આગામી બે દિવસ ઓરેન્જ એલર્ટ છે. પોરબંદર અને જૂનાગઢઆગામી બે દિવસમાં યેલો અલર્ટ છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં પણ બે દિવસ યેલો અલર્ટ છે.
ભુજ સૌથી ગરમ શહેર બન્યું
તો બીજી તરફ, ચૈત્રના આરંભ સાથે કચ્છ પર સૂર્યનારાયણ આભમાંથી અંગારા વરસાવી રહ્યા હોય તેમ ભુજમાં મહત્તમ તાપમાન બે ડિગ્રીના વધારા સાથે વિક્રમી એવા 44.5ડિગ્રીએ પહોંચતાં જનજીવન લૂથી લાલચોળ બન્યું હતું. એપ્રિલ માસમાં ભુજમાં 2017માં અત્યાર સુધીનું સર્વાચ્ચ એવું 45.8 ડિગ્રી તાપમાન નોંધાયા બાદ આજે નોંધાયેલું 44.5 ડિગ્રી તાપમાન દાયકાનું બીજું સર્વોચ્ચ હોવાનું હવામાન વિભાગે જારી કરેલા આંકડા પરથી દેખાઈ રહ્યું છે. 44.5 ડિગ્રી સાથે ભુજ રાજ્યની સાથે દેશનું મોખરાનું ગરમ મથક બન્યું હતું. અધૂરામાં પૂરું હવામાન વિભાગે હજુ છ દિવસ સુધી ગરમીનાં આકરાં મોજાંની ચેતવણી સાથેનું ઓરેંજ એલર્ટ આપતાં કચ્છને તાપના શકંજામાંથી મુક્તિ મળે તેવા કોઈ એંધાણ દેખાતા નથી. ભુજમાં બે ડિગ્રીના વધારા સાથે મહત્તમ પારો 45 ડિગ્રી નજીક પહોંચ્યો હતો. આભ જાણે અંગારા વરસાવી રહ્યું હોય તેમ જનજીવન ધગધગી ઊઠે તેવા આકરા તાપે ભુજવાસીઓની અગનકસોટી કરી હતી. મધ્યાહ્ન સમયે તો કામ વગર ઘરથી બહાર નીકળવાનું લોકોએ ટાળતાં ગરમીએ કુદરતી સંચારબંધી લાદી હોય તેવો નજારો જોવા મળ્યો હતો. લઘુતમ તાપમાન પણ 24.4 ડિગ્રીએ રાત્રે પણ ઉકળાટ અનુભવાયો હતો. ભુજમાં આજે નોંધાયેલું તાપમાન રાજ્યમાં ઉનાળાની વર્તમાન સિઝનનું સૌથી સર્વોચ્ચ છે. લઘુતમ તાપમાન પણ તમામ સ્થળે ઊંચું નોંધાતાં રાત્રે અનુભવાતી ઠંડક ગાયબ થઈ ગઈ છે.
Bulldozer Justice : બુલડોઝર ન્યાય પર ભાજપ જ નેતાએ ઉઠાવ્યા સવાલ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે