Home> Gujarat
Advertisement
Prev
Next

નવી નવી નોકરીના નવમા દિવસે કંપનીમાં યુવકનું મોત, વજનદાર ટેન્ક ઊછળીને યુવકના માથે પડી

Surat News : સુરતના ખટોદરામાં કમ્પ્રેસરનો પાઈપ ફાટતાં કારીગરનું મોત... સેઠારામ જ્યોતિક્રાફ્ટ નામની કંપનીમાં કમ્પ્રેસર મશીનના ફિટિંગનું ચાલતું હતું કામ... પાઈપ ફાટી જતાં ટેન્ક ઉછળીને યુવક સાથે અથડાઈ... સમગ્ર મામલે પોલીસે કરી તપાસ...

નવી નવી નોકરીના નવમા દિવસે કંપનીમાં યુવકનું મોત, વજનદાર ટેન્ક ઊછળીને યુવકના માથે પડી

Accident પ્રશાંત ઢીવરે/સુરત : સુરતના ખટોદરામાં કમ્પ્રેસરનો પાઈપ ફાટી જતા કારીગરનું મોત નીપજ્યું છે.19 વર્ષીય સેઠારામ જ્યોતિક્રાફ્ટ નામની કંપનીમાં કામ કરતો હતો. કંપનીમાં કમ્પ્રેસર મશીનનું ફિટિંગનું કામ ચાલતું હતું.એયર ટેન્કનો પાઈપ ફાટી જતા ટેન્ક અચાનક ઉછળીને યુવકને ભટકાયો હતો

fallbacks

સુરત શહેરના ખટોદરા હીરાચંદ સોસાયટીમાં આવેલ જ્યોતિક્રાફ્ટ નામની કંપનીમાં 19 વર્ષીય સેઠા રામ નામનો યુવક નોકરી કરતો હતો. કંપનીમાં કમ્પ્રેસર મશીનનું ફિટિંગનું કામ ચાલતું હતું. સેઠા રામ ત્યાં જ કંપની કામ કરતો હતો. દરમિયાન કમ્પ્રેસર મશીનનો પાઈક લીકેજ લઈ જતા ટેન્ક અચાનક ઉછળીને યુવકને ભટકાયો હતો. ઘટનાને કામ કરી રહેલા કર્મચારીઓ દોડી આવ્યા હતા. યુવકને ઇજાગ્રતા હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો.ફરજ પર હાજર તબીબએ યુવકને મૃતક જાહેર કર્યો હતો. 

હસતો રમતો પરિવાર વિખેરાયો : રેલવે ટ્રેક ક્રોસ કરવા જતા દાદા અને બે પૌત્રીઓ ટ્રેન નીચ

મૃતક યુવક સેઠા રામ મુળ રાજસ્થાનનો વતની છે. તેનો પરિવાર વતનમાં રહે છે. પિતા ખેતી કામ કરે છે. એક ભાઈ હાલ અભ્યાસ કરી રહ્યો છે. સેઠા રામ ખટોદરા ખાતે કંપનીમાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ હતો. કંપનીમાં કમ્પ્રેસર મશીનનું ફિટિંગનું કામ ચાલતું હતું. સેઠા રામ ત્યાં જ કંપની કામ કરતો હતો. અચાનક કમ્પ્રેસર મશીનનો પાઈક લીકેજ લઈ જતા ટેન્ક ઉછળીને યુવકને ભટકતા મોત નીપજ્યું હતું. ઘટનાને લઈ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

યુવકનો ભાઈ છેલ્લાં ઘણાં વર્ષોથી આ કંપનીમાં નોકરી કરતો હતો અને નાના ભાઈને પણ તેણે જ નોકરી પર લગાવ્યો હતો. દુખની વાત એ છે કે, યુવક સેઠા રામ હજી આઠ દિવસ પહેલા જ નોકરીએ લાગ્યો હતો. નવમા દિવસે તેને મોત મળ્યુ હતું. 

ગુજરાતના અચ્છે દિન : અહી રોજ હજારો ભૂખ્યા શ્રમિકો 5 રૂપિયામાં ભરપેટ ભોજન જમે છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More