Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટમાં ચાલુ ક્લાસમાં ધોરણ-12ના વિદ્યાર્થીનું મોત, લાડકવાયાનો મૃતદેહ જોઈ માતાપિતા ચોધાર આસુંએ રડી પડ્યા

Heart Attack : રાજકોટમાં ચાલુ શાળાએ 12માં ધોરણના બાળકનું શંકાસ્પદ મૃત્યુ...લાલ બહાદુર શાસ્ત્રી શાળાના વિદ્યાર્થીનું બેભાન થયા બાદ મોત...પોસ્ટ મોર્ટમ બાદ સામે આવશે મોતનું કારણ

રાજકોટમાં ચાલુ ક્લાસમાં ધોરણ-12ના વિદ્યાર્થીનું મોત, લાડકવાયાનો મૃતદેહ જોઈ માતાપિતા ચોધાર આસુંએ રડી પડ્યા

Rajkot News : રાજકોટમાં ધોરણ-12ના એક વિદ્યાર્થીનું ચાલુ ક્લાસમાં શંકાસ્પદ મોત નિપજ્યું છે. લાલબહાદુર સ્કૂલનો વિદ્યાર્થી ચાલુ ક્લાસમાં બેભાન થઈ ગયો હતો. તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ જતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. વિદ્યાર્થીનું મોત હાર્ટ અટેક કે અન્ય કોઈ કારણ છે તે દિશામાં તપાસ થશે. મૃતક વિદ્યાર્થી મુદિત નડિયાપરા ધો.12 કોમર્સમાં અભ્યાસ કરત હતો. તેના પિતા સિવિલ હોસ્પિટલમાં સિક્યોરિટીમાં જ ફરજ બજાવે છે. વ્હાલસોયાનો મૃતદેહ જોઈ તેના માતાપિતા ચોધાર આસુએ રડી પડ્યા હતા. 

fallbacks

હાર્ટએટેક હવે એક ડરાવણી બીમારી બની ગઈ છે. ગુજરાતમાં રોજ કોઈને કોઈ ખૂણેથી કોઈના હાર્ટએટેકથી મોતના સમાચાર આવ્યા છે. હજી બે દિવસ પહેલા જ અરવલ્લીમાં ક્રિકેટ રમતા 20 વર્ષીય યુવાનનું મોત થયુ હતું. મોડાસા પર્વ સોનીનું ક્રિકેટ રમતા હૃદય બેસી ગયુ હતું. તેને સારવાર મળે તે પહેલા જ તે મોતને ભેટ્યો હતો. પર્વ સોની એન્જિનિયરીંગનો અભ્યાસ કરતો હતો. ડીપ વિસ્તારમાં આવેલી ગોવર્ધન સોસાયટીના તીર્થ એપાર્ટમેન્ટમાં રહેતા યુવાનના મોતથી તેના પરિવાર પર આભ ફાટ્યું હતું.

ગુજરાતના આ મંદિરમાં 600 વર્ષથી માટલાઓમાં સચવાયું છે ઘી, નથી બગડ્યું કે નથી પડી જીવાત

વિદ્યાર્થીઓને નાસ્તો કરીને સ્કૂલ-કોલેજમા મોકલો
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 5થી 7 વર્ષમાં યુવાઓને પણ હાર્ટ એટેક આવવાના કિસ્સા સતત વધી રહ્યાં છે. આ વિશે તબીબોનુ કહેવુ છે કે, કોરોના પછી આવા કિસ્સાઓ વધ્યા છે. છેલ્લા 10 દિવસથી ઠંડીનું જોર વધી રહ્યું છે. આ સીઝનની ઠંડી કેટલાક વર્ષો પછી અનુભવી છે. તેથી વિદ્યાર્થીઓએ નાસ્તો કર્યા બાદ જ કોલેજ કે સ્કૂલમાં જવું જોઈએ. જો વિદ્યાર્થીઓને તાવ, શરદી હોય તો સ્પોર્ટસ એક્ટિવિટી ન કરવી જોઈએ. હાલમાં શરદીના કારણે ઘણા લોકોને દમ થાય છે. તેથી સ્ટ્રેસફુલ એક્ટિવિટીથી પણ દૂર રહેવુ જોઈએ.

સોમનાથ-દ્વારકા નહિ, ગુજરાતને સંકટથી બચાવનારા 32 મંદિરો છે, જે આપણા વડવાઓએ બનાવ્યા હત 

વર્તમાન જીવનશૈલીને નાની ઉંમરે હૃદય સંબંધિત સમસ્યા અને હાર્ટ એટેકના કેસ પણ વધી રહ્યાં છે. હાઈ બ્લડ પ્રેશરથી તેની શરૂઆત થાય છે. WHOના અહેવાલ પ્રમાણે સમગ્ર વિશ્વમાં 1.28 અરબ લોકો હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે. પરતું એમાંથી 46 ટકા લોકોને ખબ જ નથી કે તેઓ હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે. જ્યારે લોકો કોઈ સમસ્યાની સારવાર માટે જાય છે, ત્યારે તેમને ખબર પડે છે કે તેમને હાઈ બીપી છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે 20 થી 30 વચ્ચે જો આ વાતોનું ધ્યાન રાખવામાં આવે તો હાર્ટએટેકનું જોખમ ઘટાડી શકાય છે.

તણાવમુક્ત રહો
વર્તમાન સમયમાં નાની ઉંમરથી જ વ્યક્તિને તણાવ અને ડિપ્રેશનની સમસ્યા થાય છે. આના કારણે શરીરના ભાગમાં સોજા આવવા લાગે છે. જો વ્યક્તિને તણાવ કે ડિપ્રેશનની સમસ્યા હશે તો અંદરના ભાગમાં સોજા પણ હશે. આ માટે સૂવાના સમય નક્કી કરો અને પૂરતી ઊંઘ લો. વ્યક્તિને હમેશા પોતાને વ્યસ્ત રાખવું જોઈએ.

સાચવજો, ગુજરાતમાં ચોમાસામાં આ બીમારીનો ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે, અનેક ઝપેટમાં આવ્યા

સક્રીય રહો
વર્તમાન સમયમાં લોકો શારારિક પ્રવૃતિઓ ઓછી કરે છે અને પરિણામે શરીરમાં ચરબી અને બીમારીઓ થવા લાગે છે. આ માટે રોજ બહાર ફરો, વોક કરો, કસરત કરો. કસરતને તમારી રૂટીનમાં સામેલ કરો. શરીરને જો સક્રિય નહિ રાખો તો લોહીની નસમાં બ્લોકેજ થવાની શક્યતા વધી જાય છે અને હાર્ટ એટેકનું પ્રમાણ વધી જાય છે.

એસજી હાઈવે પર હવે સ્પીડમાં ગાડી હંકારી તો આવી બનશે, લેવાયું આ મોટું પગલું

રેસ્ટોરન્ટના ખોરોકથી દૂર રહો, અને આરોગ્યપ્રદ ખોરાક લો
20-30 વર્ષની ઉંમર દરમિયાન બહારની વસ્તુ ખાધી છે, તો હવે તેને છોડી દો. આહારમાં આરોગ્યપ્રદ વસ્તુઓ સામેલ કરો. સિઝનલ ફૂડનો સેવન કરવો જોઈએ. તળેલી, પ્રોસેસ્ડ અને સ્ચ્યુરેટેડ વસ્તુઓ ખાવાથી દૂર રહેવું જોઈએ. આ હાર્ટએટેકના જોખમને વધારવાનું કામ કરે છે.

કસરત કરો
20 વર્ષની ઉંમરથી કસરત કરવાની આદત પાડો. દરરોજ 5 હજારથી 10 હજાર પગથિયા ચાલો. 30 થી 45 મિનિટ સુધી કસરત કરો. રમતગમતની પ્રવૃત્તિઓમાં ભાગ લો. દરેક રીતે તમારી જાતને વ્યસ્ત રાખો.

અમેરિકાને કારણે રાતોરાત ચમક્યુ હતું કચ્છનું આ સ્થળ, બે વર્ષ પહેલા કોઈ ઓળખતુ પણ ન હતુ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More