Coldwave In Gujarat : ઉત્તર ભારતમાં થઈ રહેલી બરફ વર્ષાની અસર રાજસ્થાન અને ગુજરાતને થઈ રહી છે. ગુજરાતમાં ભારે ઠંડી પડી રહી છે ત્યારે રાજસ્થાનમાં પણ કડકડતી ઠંડીના કારણ અમુક વિસ્તારોમાં બરફ જામી ગયો છે. ગુજરાતમાં ફરી એકવાર કાતિલ ઠંડીથી લોકો ઠુંઠવાઈ રહ્યા છે.. સુસવાટા મારતા પવનથી લોકો પોતાના ઘરમાં પુરાઈ રહેવા માટે મજબુર બન્યા છે. વહેલી સવારે અને રાત્રિના સમયે ઠંડીનો પારો ગગડતાં રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે. આવામાં ઠંડીથી એક બાળકીનું મોત નિપજ્યું છે. રાજકોટમાં ધોરણ-8માં ભણતી બાળકીનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે.
રાજકોટની જસાણી સ્કૂલમાં આઠમા ધોરણમાં ભણતી રિયા સોની નામની વિદ્યાર્થિનીનું ચાલુ ક્લાસમાં હાર્ટ અટેકથી મૃત્યુ થયું તેનાથી તમામ વાલીઓ ચિંતામાં મૂકાઈ ગયા છે. ગુજરાતના તમામ વાલીઓની ચિંતાનું કારણ છે રાજ્યની શાળાઓએ યુનિફોર્મના નામે નક્કી કરેલું જર્સી જેવું એ સ્વેટર,, જેને પહેરીને સ્કૂલમાં જવું બાળકો માટે મજબૂરી બની ગયું છે.
આ પણ વાંચો :
ગુજરાતના આ હાઈવે પર હવે દંડ ભરવા તૈયાર રહેજો, નિયમ તોડવા પર સીધો મેમો આવશે
હેલ્મેટ ન પહેરતા હોવ તો આજથી શરૂ કરી દો, ગુજરાત હાઈકોર્ટ સરકાર પર થઈ લાલઘુમ
આ મહિલા જેવું કોઈ ન કરી શકે, પતિના મોત બાદ શરૂ કરી એમ્બ્યુલન્સ સેવા, રસપ્રદ છે કહાની
રાજકોટની જસાણી સ્કૂલમાં ધોરણ આઠમાં ભણતી જે વિદ્યાર્થિનીનું મૃત્યુ થયું છે તેની માતાએ કહ્યું છે કે તેમની દીકરીને નખમાં પણ રોગ નહોતો. પરંતુ કાતિલ ઠંડીના કારણે તેના શરીરનું લોહી જામી ગયું અને તેના કારણે આઠમા ધોરણની વિદ્યાર્થિનીને ચાલુ ક્લામાં હાર્ટએટેક આવતાં તેનું મૃત્યુ થયું છે. તેની માતાનો આરોપ છે કે, મારી દીકરીના મૃત્યુ માટે જસાણી સ્કૂલ જવાબદાર છે. કેમ કે, જસાણી સ્કૂલના સંચાલકોએ નક્કી કરેલું એ સ્વેટર પહેરવું બાળકો માટે મજબૂરી બની ગયું છે. વિદ્યાર્થીઓને આવી કાતિલ ઠંડીમાં રક્ષણ આપવા માટે શાળાએ નક્કી કરેલું સ્વેટર સક્ષમ નથી.
સ્કૂલના શિક્ષકો અને આચાર્ય ભલે જેકેટ પહેરીને શાળામાં આવતા હોય પરંતુ નાનાં બાળકોએ આવી કડકડતી ઠંડીમાં પણ એ પાતળું સ્વેટર પહેરીને જ સ્કૂલે જવું પડે છે,, જેને શાળાઓએ સ્કૂલ યુનિફોર્મના નામે નક્કી કરી રાખ્યું છે. જો નાનાં ભૂલકાંઓ જેકેટ પહેરીને જાય કે ડબલ સ્વેટર પહેરીને જાય તો પણ આ સંવેદનહીન શાળાઓ વિદ્યાર્થીઓને સજા કરવાની ચીમકી આપે છે. એટલું જ નહીં વિદ્યાર્થીઓને યુનિફોર્મના ભાગરૂપે ફરજિયાતપણે જર્સી જેવું સ્વેટર પહેરીને શાળાએ જવાનું હોવાથી વાલીઓ પણ મજબૂર છે કે ઠંડીથી પોતાનાં બાળકોનું રક્ષણ તેઓ કેવી રીતે કરે?
જો તમારું બાળક પણ શાળામાં સ્કૂલે યુનિફોર્મના ભાગરૂપે નક્કી કરેલું સ્વેટર પહેરીને જ શાળાએ જાય છે તો સાવધાન... કેમ કે, આ વિદ્યાર્થીઓના જીવનો સવાલ છે. અનેક શાળાઓએ ચોક્કસ પ્રકારનું સ્વેટર પહેરવાનો જે ફતવો બહાર પાડ્યો છે તે સ્કૂલનાં બાળકોને ઠંડીમાં ઠરવા માટેનું મોટામાં મોટું કારણ બની ગયું છે. જસાણી સ્કૂલ સહિતની ગુજરાતની અનેક શાળાઓ સ્કૂલનાં બાળકોને સ્કૂલ તરફથી નક્કી કરેલું સ્વેટર પહેરવાનો જ આગ્રહ રાખે છે.
હવામાન વિભાગે કચ્છમાં કોલ્ડ વેવની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે આગામી દિવસોમાં ઠંડીથી લોકોને મળશે રાહત...આગામી સમયમાં તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થશે....પશ્ચિમી વિક્ષોભને કારણે તાપમાનમાં ફરી વધારો થશે...આજે એક દિવસ માટે કચ્છમાં કોલ્ડ વેવની અસર રહેશે. ત્યારે કચ્છના નલિયામાં 2.4 ડિગ્રી તો બનાસકાંઠાના ડીસામાં 7.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. નર્મદા, જામનગર, ગાંધીનગર પાટણ અને પોરબંદરમાં 8 ડિગ્રી તાપમાન નોંધાયુંછે... રાજકોટમાં 9.4 ડિગ્રી તો અમદાવાદમાં 9.7 ડિગ્રી તાપમાન નોંધાતાં લોકો ઘરમાં પુરાવા માટે મજબૂર બન્યા છે...
આ પણ વાંચો : હોંશે હોંશે ડુંગળી વાવનારા ખેડૂતોને આજે રડવાનો વારો આવ્યો, ભાવ સાવ તળિયે ગયો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે