Home> Gujarat
Advertisement
Prev
Next

ઉત્તરાયણ પૂર્વે પતંગ દોરીથી ગુજરાતમાં પ્રથમ મોત, જીવલેણ દોરીથી આવી રીતે બચો

મૃતક પુરુષના પરિવારજનોના જણાવ્યા મુજબ મૃતક વિપુલભાઇ મિસ્ત્રી કામ કરી સાંજના પરત ઘરે આવતા સમયે આકસ્મિક ઘટના બની હતી જેના કારણે તેઓનું મૃત્યુ નીપજ્યું છે.

ઉત્તરાયણ પૂર્વે પતંગ દોરીથી ગુજરાતમાં પ્રથમ મોત, જીવલેણ દોરીથી આવી રીતે બચો

રક્ષિત પંડ્યા, રાજકોટ: ઉત્તરાયણના તહેવારને આડે હવે માંડ ગણતરીના દિવસો બાકી છે . ત્યારે મકરસંક્રાતિના પર્વ પૂર્વે જ રાજકોટમાં પતંગની દોરીના કારણે એક પુરુષનું મોત નીપજ્યું હતું. ગઇકાલે સાંજના અંદાજીત 6.30 વાગ્યા અરસામાં મવડીના અંકુર નગર વિસ્તારમાં રહેતા 39 વર્ષીય વિપુલ બકરાણીયા નામના પુરુષ નાના મવા રોડ પરથી પોતાના ઘર તરફ જતા હતા એ સમયે પતંગ ની દોરી ગળાના ભાગે લાગી જતા તેઓને ગંભીર રીતે ગળાના ભાગે ઇજા પહોંચી હતી જેના કારણે તેનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. 

fallbacks

રાજ્યમાં ફરી વળ્યું ઠંડી નું કાતિલ મોજું, 7 શહેરોમાં સિંગલ ડિજીટમાં તાપમાન, હજુ ઠંડી વધશે

મૃતક પુરુષના પરિવારજનોના જણાવ્યા મુજબ મૃતક વિપુલભાઇ મિસ્ત્રી કામ કરી સાંજના પરત ઘરે આવતા સમયે આકસ્મિક ઘટના બની હતી જેના કારણે તેઓનું મૃત્યુ નીપજ્યું છે. તેમના પરિવારમાં પત્નિ છે અને એક નાની દીકરી છે જેથી હવે આ પરિવારની જવાબદારી મૃતકના મોટા ભાઇ ઉપર આવી પડી છે. પરિવારજનોમાં શોકનો માહોલ છે છતાં તેઓ અન્ય લોકોને આ પ્રકારની ધારદાર દોરીનો ઉપયોગ ન કરવા અપીલ કરી હતી અને સરકાર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી. 

વડોદરામાં લવ જેહાદ: વિધર્મી યુવક સાથે લગ્ન કરનાર યુવતિના પિતાનું મોત

જીવલેણ દોરીથી આવી રીતે બચો 

 - વાહન ચલાવો તો પૂરતી સુરક્ષા રાખો. ગળે મફલર કે રૂમાલ વીંટાળો. યુવતીઓ માટે આવા દિવસોમાં દુપટ્ટા આર્શીવાદરૂપ બની જતા હોય છે. ત્યારે પુરુષો પણ ગળાને બાંધીને વાહન ચલાવે.
-  ગળુ અને નાક બિલકુલ ખુલ્લુ ન રાખો. બને ત્યા સુધી આખુ મોઢુ ઢાંકીને નીકળવું
-  અનેક ટુ-વ્હીલર ચાલકો નાના બાળકોને આગળ ઉભા રાખીને વાહનો ચલાવે છે, ત્યારે ઊત્તરાયણ નજીક આવે એટલે નાના બાળકને બાઇક આગળ બિલકૂલ ન બેસાડો. તેમને - પાછળ બેસાડો. તેમને પણ મોઢુ અને ગળુ દુપટ્ટાથી ઢાંકીને બેસાડો.
-  બ્રિજ પરથી પસાર થતાં ખાસ સાવચેતી રાખો. બ્રિજનું લેવલ અગાશીઓને પેરેલલ હોવાથી બ્રિજ પાસેથી દોરા પસાર થવાની પૂરેપૂરી શક્યતાઓ હોય છે. તેથી બ્રિજ પર ગાડી સ્લો હાંકવી.
-  શહેરમાં વાહનની સ્પીડ બને એટલી ઓછી રાખો. ઝડપી વાહનમાં જો દોરો પાસેથી પસાર થાય તો તે વધુ જીવલેણ સાબિત થઈ શકે છે. 

ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન તો તમે કરો, ન તમારા સ્વજનોને કરવા દો. ચાઇનીઝ દોરી છે પ્રતિબંધિત તેથી ઉપયોગ ન કરવો. માત્ર મનુષ્ય જ નહિ, પક્ષી પર પણ આ જીવલેણ દોરાનો ખતરો મંડરાય છે. માણસોને તો ક્યાંય હોસ્પિટલની સારવાર મળી જાય છે, પણ આ દોરામાં ફસાઈને પક્ષીઓ ક્યાંક તાર પર તો ક્યાંક વૃક્ષો પર લટકતા જોવા મળે છે. ત્યારે તમારી બે ઘડીની મજા કોઇના માટે સજા ન બની જાય તે ખાસ યાદ રાખજો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More