Rajkot Air Pollution : આખા દેશમાં વાયુ પ્રદુષણ ખતરનાક સ્તર પર પહોંચ્યું છે. પરંતુ રંગીલુ રાજકોટ અમદાવાદ સિટીને પણ વટાવીને પ્રદૂષણના મામલે આગળ નીકળી ગયું છે. રાજકોટની માધાપર ચોકડી પ્રદૂષણના મામલે સમગ્ર એશિયામાં બીજા ક્રમે પર આવી છે. અહીં એર ક્વોલિટી ઇન્ડેક્સનો 300 થી 500 સુધીના આંક સામે આવ્યા છે. એશિયામાં પાકિસ્તાનના લાહોર બાદ રાજકોટની માધાપર ચોકડીનું પ્રદુષણનું સ્તર 500ને પાર પહોંચ્યું છે તેવું આંકડાનું કહેવું છે.
૪૫૧થી વધુ AQIનો અતિગંભીર શ્રેણીમાં સમાવેશ થાય છે
મહાનગરપાલિકાના અધિકૃત એર ક્વોલિટી ઈન્ડેક્સના આંકડા મુજબ
- શહેરમાં 20 જેટલા વિસ્તારમાં વાયુ પ્રદૂષણને માપવા મુકવામાં આવેલ મશીનમાં 10વિસ્તારમાં વાયુ પ્રદુષણને લઈ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
- ડિલક્સ ચોક, રેસકોર્ષ રીંગ રોડ, આજી ડેમ, એસ.ટી.બસ સ્ટેન્ડ, કાલાવડ રોડ ઉપર સ્મશાન પાસે, જિલ્લા પંચાયત ચોક, અટીકા, રેલ્વે સ્ટેશન, પઘુમન પાર્ક અને ત્રિકોણબાગનો સમાવેશ
- યલો એલર્ટમાં કોઠારિયા રોડ, જામટાવર, દેવપરા, સોરઠીયા વાડી અને નાનામવા તેમજ ગ્રીન ઝોનમાં મહાપલિકાની ઈસ્ટ ઝોન કચેરી, મહિલા કોલેજ, મોરબી રોડ, ગ્રીન ચોકડીનો સમાવેશ.
- શહેરમાં સૌથી વધુ વાયુ પ્રદૂષણ રામાપીર ચોકડી થી માધાપર ચોકડી આસપાસના વિસ્તારમાં
- એર ક્વોલીટી ઈન્ડેક્સ 500 પહોચી ગયો
- દિવાળીના તહેવાર પહેલા એટલે કે, 30 ઓક્ટોબરે આ વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 323 માપવામાં આવ્યો. તે પછીના માત્ર 9 દિવસમાં 173 એર કવોલીટી ઈન્ડેક્સ વધી ગયો
- રામાપીર ચોકડી આસપાસના વિસ્તારમાં વાયુ પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી જતા લોકોના આરોગ્ય ઉપર ગંભીર ખતરો
- 150 ફૂટ રીંગ રોડ ઉપર સૌથી વધુ વાહનોની અવરજવરથી.. પ્રદુષણનું સ્તર ભયજનક બન્યું.
500 ઈન્ડેક્સ હોય તો માણસોને કેવી કેવી બીમારી થાય
મહાપાલિકાના સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતું કે, ૫૦૦ ઈન્ડેક્સ થવાના કારણે લોકોને ફેફસા અને દમના રોગ તવાની શક્યતા વધુ રહી છે. રાજકોટની માધાપર રામાપીર ચોકડી આસપાસના વિસ્તારમાં એર ક્વોલીટી ઇન્ડેક્સ ૫૦૦ સુધી પહોંચી જતા આ વિસ્તારમાં ગંભીર પરિસ્થિતિ છે.
બંગાળની ખાડીમાંથી ફરી મોટું તોફાન આવી રહ્યું છે, આવી ગયા હવામાનના લેટેસ્ટ અપડેટ
અમદાવાદમાં પણ હવા ઝેરીલી બની
શહેરમાં હવાનું પ્રદૂષણ નીચલા સ્તરે પહોંચી ગયું છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના આંકડા ચોકાવનારા છે. જેમાં અમદાવાદના 8 સ્થળો પૈકી એક પણ સ્થળની હવા ચોખ્ખી નથી. હવામાં PM 10 ગંભીર સ્થિતિએ પહોંચ્યું છે. સૌથી વધુ 208 AQI જીઆઇડીસી માં નોંધાયું છે. તો શહેરના પશ્ચિમ વિસ્તાર એવા ઘુમામાં પણ 190 AQI નોંધાયું છે. બોડકદેવમાં 187 જયારે સીપી નગરમાં 159 AQI નોંધાયું. ચાંદખેડામાં 93 અને ગ્યાસપુરમાં 77 AQI નોંધાયું છે. કઠવાડામાં 119 જ્યારે મણિનગરમાં 162 AQI નોંધાયું છે.
ખરાબ હવામાને કારણે ગુજરાતમાં 200 લોકોના મોત
ન માત્ર દેશ, પરંતું દુનિયાભરના વાતાવરણમાં ભયંકર મોટા પલટા આવી રહ્યાં છે. જાન્યુઆરીની શરૂઆતથી જ ગરમી, ઠંડી, વરસાદની તીવ્રતા વધઘટ થઈ રહી છે. આવામાં દુષ્કાળ, તોફાનો ઘણું આવ્યું. ત્યારે ખરાબ હવામાનને કારણે લોકોના મોત પણ થયા છે. સીએસઈના રિપોર્ટ અનુસાર, દેશમાં પ્રથમ 9 મહિનામાં ખરાબ હવામાને કારણે 3238 લોકોના જીવ ગયા છે. જેમાં ગુજરાતમાં 102 દિવસમાં 200 થી વધુ લોકોના મોત નિપજ્યા છે. આ મોતના કારણ કુદરતી આફતો છે. જેમાં વીજળી પડવા, વાવાઝોડાની અસર, વરસાદ, પૂર, ભૂસ્ખલન, હીટવેવ, વાદળ ફાટવું વગેરે કારણભૂત છે.
અમદાવાદી આ વાત જાણી લેજો! આ રોડ આજથી કાયમ માટે બંધ કરાયો, જાણો કયા વિસ્તારમાં છે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે