હાર્દિક જોશી/ રાજકોટ: કલાકાર બનતા નથી કલાકાર જન્મે છે. આ ઉક્તીને સાર્થક કરી છે રાજકોટના એક બાળ કલાકાર ખુશે. ખુશ ઉમરમાં તો ઘણો નાનો છે પણ તેમની અંદર તબલા વગાડવાની કળા બહુ મોટી છે. તે તબલાના તાલથી એવા તો સંગીતના સુર રેલાવે છે કે સાંભળનાર સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ જાય છે. આ બાળકલાકારે તેમની નાની ઉમંરમાં જ અનેક મોટા કલાકારોને તબાલાના તાલે ડોલાવ્યા છે.
કહેવાય છે કે, કલાની અને કલાકારની કોઈ ઉંમર નથી હોતી. કલાકારને જન્મતાની સાથે જ કલા મળી જતી હોય છે. આવું જ કંઈક જોવા મળ્યું છે રાજકોટના ટબુકડા તબલચી ખુશમાં. ઉમરમાં નાનો દેખાતો આ ખુશ તેમની માત્ર દોઢ વર્ષની ઉમરથી જ તબલા વગાડે છે. આ બાળકલાકાર જ્યારે તબલા પર તેમની આંગળીઓનો જાદુ ચલાવે છે. ત્યારે ભલભલા લોકો તેમની થનગનવા લાગે છે. આ બાળકલાકારે પ્રખ્યાત તબલાવાદક મહેંદી હસન તેમજ સંગીતકાર ઓસમાન મીર, માયાભાઈ આહીર સહિતના અનેક પ્રખ્યાત કલાકારો સાથે પોતાનું પરફોર્મન્સ આપી ચુક્યો છે.
પ્રખ્યાત કલાકાર મોરારીબાપુએ પણ તેમની આ કળાને બીરદાવી પણ છે. પૂત્રના પગ પારણામાં અને વહુના પગ બારણામાં પડતા જ ખબર પડી જાય એ કહેવત મુજબ ખુશની આ કળા તેમના પરિવારજનો ખુશ પારણામાં હતો ત્યારે જ ઓળખી ગયા હતાં. ખુશની અંદર રહેલી આ કળા અંગે તેમના મમ્મીનું કહેવું છે કે એ જ્યારે ઘોડિયામાં હતો ત્યારે તે તેનાજ ગોઠણ પર તબલા વગાડવાની એક્સન કરતો. ત્યારબાદ તે વાસણ ઉપર વગાડતો. આ જોઈ એમના માટે ખાસ કોચીનથી નાની સાઈઝના તબલા લાવવામાં આવ્યા હતા. આ તબલા ઉપર તે બહુ સારુ વગાડતો. ત્યાર બાદ તેમને મોટા તબલા લઈ દેવામાં આવ્યા. આ તબલાના તાલે તો એ સૌકોઈને ડોલતા કરી દેઈ છે.
બાળકલાકાર ખુશ તેમનામાં રહેવી અદભુત કળાથી સૌકોઈને ખુશ કરી દેય છે. જો કે તેમની આટલી નાની ઉમરને જોઈને તેમના ગુરુએ આ બાળકલાકારને ટ્રેનિંગ આપવાની ના પાડી હતી. જો કે ખુશે એવાતો તબલાના તાલે સંગીતના સુર રેલાવ્યા કે તેમના ગુરૂ ખુશ થઈ ગયા અને તેમણે આ બાળકલાકલારને રોજ તેમના ઘરે જઈને તાલીમ આપવા તૈયાર થઈ ગયા. ખુશને તાલીમ આપનાર તેમના સંગીત શિક્ષકનું કહેવું છે કે ખુશની અંદર અલગ ખાસીયત છે આને ગોડ ગીફ્ટ કહી શકાય.
હાર્મોનિયમ પર કોઈપણ સંગીત વગાડવામાં આવે તો એ તરત તબલા પર વગાડી શકે છે. આ પ્રકારનું સંગીત શીખતા ભલભલા કલાકારોને વર્ષો વીતી જાય છે. ખુશ કવાલી, લાઈટ મ્યુઝીક, દેશી ભજન, લોકગીત, તેમજ સુગમ સંગીત બહુ સારી રીતે વગાડે છે. વધુમાં તેમણે જાણાવ્યું હતું કે એ જે સંગીત વગાળે છે ત્યારે સાંભળનારને એવુ લાગે છે કે આમા તેમની માસ્ટરી છે. જો કે આ સાચી વાતતો એ છે કે ખુશની દરેક પ્રકારના સંગીતમાં માસ્ટરી છે.
પાપાપગલી ભરવાની ઉમરમાં જ ખુશ સંગીતની દુનિયામાં તેમની નામના મેળવી રહ્યો છે. આ બાળકલાકાર તેમની કળાના કારણે સૌ કોઈના મનમોહી લે છે. ખુશની આ કળા જોઈને મોટા મોટા સંગીતકારો દંગ રહી જાય છે.. આ કલાકારને જોઈને સંગીતના જાણકારો ખુશ ભવિષ્યમાં બહુ મોટો કલાકારો થાશે એવું માની રહ્યા છે. આ બાળકલાકાર ભવિષ્યમાં સંગીત ક્ષેત્રે તેમના પરિવાર તેમજ રાજકોટનું નામ દેશ અને દુનિયામાં રોશન કરી શકે છે એવું કહેવામાં પણ કોઇ અતિશયોક્તિ નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે