Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી માનવતા ચૂકી! વોર્ડમાં દાખલ દર્દી લોબીમાં અર્ધનગ્ન હાલતમાં મળ્યો

Rajkot Civil Hospital : રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દી વોર્ડની બહાર રઝળતો જોવા મળ્યો... વોર્ડમાં દાખલ દર્દી ફરી લોબીમાં અર્ધનગ્ન હાલતમાં મળી આવ્યો... પગમાં ફ્રેકચર અને ચાલવામાં અસહાય દર્દી રઝળતો જોવા મળ્યો...સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ...

રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી માનવતા ચૂકી! વોર્ડમાં દાખલ દર્દી લોબીમાં અર્ધનગ્ન હાલતમાં મળ્યો

Rajkot News ગૌરવ દવે/રાજકોટ : રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી માનવતા ચૂકી જતા વિવાદમાં આવી..! સિવિલ હોસ્પિટલની બેદરકારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પગમાં ફ્રેકચર અને ચાલવામાં અસહાય દર્દી વોર્ડની બહાર રસોડા પાસે રઝળતો જોવા મળ્યો હતો. ત્યારે ઠંડીમાં ઠુઠવાઈ ગયેલા દર્દી માટે જવાબદાર કોણ? વોર્ડ નંબર 2માં દાખલ દર્દી રસોડા પાસે કેવી રીતે પહોંચી ગયો? કોઈ રાત્રિના ઉઠાવી ફેંકી ગયું કે અન્ય કોઈ બાબત, સિવિલ હોસ્પિટલ ફરી માનવતા ચૂકી ગયાની આશંકા...! ઘટના અંગે રાબેતા મુજબની તપાસના આદેશ કરવામાં આવ્યા.

fallbacks

રાજકોટની સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. જેમાં સર્જરી વોર્ડમાં દાખલ દર્દી સવારે બેભાન હાલતમાં લોબીમાંથી મળ્યો હોવાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને લઈને તંત્રની લાપરવાહી અંગે સવાલો ઊઠી રહ્યા છે. ચાની દુકાન પાસેથી મળી આવેલા આ યુવકને સર્જરી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા બાદ ત્યાંથી ચાલ્યો ગયો હોવાની એન્ટ્રી રાત્રે 11.30 વાગ્યે કરવામાં આવી હતી. જોકે, બાદમાં સવારે 6 વાગ્યાની આસપાસ આ દર્દી વોર્ડ નંબર 10નાં રસોડા પાસે પડ્યો હોવાની જાણ હેલ્પડેસ્કને કરવામાં આવતા ફરીથી તેને સારવાર માટે ખસેડાયો હતો. 

સમગ્ર મામલે એડિશનલ સિવિલ અધિક્ષક ડો. હેતલ ક્યાડાએ સીસીટીવી ચકાસી જવાબદારો સામે પગલાં લેવાની ખાતરી આપી છે. ઉલ્લેખનીય છે કે, 19 નવેમ્બરે બપોરના 3-30 વાગ્યે અવધના ઢાળીયા પાસેની એક ચાની દુકાન નજીકથી 35 વર્ષીય યુવક શરીરે મારના નિશાન સાથે ચાલતા-ચાલતા પડી ગયાની જાણકારી મળતા 108 એમ્બ્યુલન્સ પહોંચી હતી. સાંજના ચારેક વાગ્યાની આસપાસ યુવાનને સિવિલ હોસ્પિટલના સર્જિકલ વોર્ડમાં દાખલ કરાયો હતો. સર્જરી વોર્ડ નં.2માં દાખલ કરાયેલ યુવક રાત્રિના 11-30 વાગ્યે સર્જરી વોર્ડમાંથી નાસી ગયાની હોસ્પિટલ દ્વારા પોલીસ ચોકીમાં એન્ટ્રી કરાવાઇ હતી. 

સવારે સિવિલનાં જુના વોર્ડ 10ના રસોડા પાસે યુવક બેભાન હાલતમાં ધ્રુજતો જોવા મળ્યાની જાણ સિવિલ હોસ્પિટલનાં પટ્ટાવાળાએ હેલ્પ ડેસ્કને કરી હતી. જેને પગલે હેલ્પ ડેસ્કના સ્ટાફે સ્ટ્રેચર મારફત અર્ધનગ્ન હાલતમાં ધ્રુજતા યુવકને ફરી દાખલ કર્યો હતો. આ બાબતે ફરજ પરના મમતાબેન નામના પટાવાળાએ પણ સંબંધીત મેડિકલ ઓફિસર ડો. વિવેકને દર્દી અંગેની જાણકારી આપી હતી. જોકે, યુવક ચાલી પણ ન શકે તેવી હાલતમાં હોવા છતાં તારીખ 20ના કણસતી હાલતમાં રસોડા નજીકથી અર્ધનગ્ન હાલતમાં કેમ મળ્યો? તેને લઈને અનેક સવાલો ઉઠ્યા છે.

પરેશ ગોસ્વામીની મહાભયાનક છે આગાહી, નવેમ્બર કરતા ભારે જશે ડિસેમ્બરનો મહિનો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More