રાજકોટ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ આજે રાજકોટની મુલાકાતે હતા. અહીં તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, સરકાર નિષ્પક્ષ એજન્સી પાસે જો તપાસ કરાવે તો રાજકોટનાં કમિશ્રરે 1 હજાર કરોડ રૂપિયાની ખંડણી ઉઘરાવી હોવાનું સામે આવી શકે છે. પોલીસ કમિશ્નરનું ઘર ભરવા માટેની સોપારી ક્રાઇમબ્રાંચ અને તેના ચાટુ પોલીસ અધિકારીઓએ લીધી હતી. મનોજ અગ્રવાલે પોતાનાં ઘરે પાળેના શ્વાનનું નામ પણ પ્રેસિડેન્ટ રાખ્યું છે. જે બંધારણની વિરુદ્ધનું તો છે જ સાથે સાથે તેની માનસિકતા પણ જણાવે છે. તે કોઇને કંઇ પણ ગણતા નથી. કમિશ્નર પોતાનાં શ્વાનને 50 લાખથી પણ વધારેના ઘરેણા પહેરાવે છે. આ એક પોલીસ કમિશ્નર પાસેથી કઇ રીતે આવ્યું?
પારિવારિક કારણોથી ગુજરાતમાં બે યુવાનોની આત્મહત્યા, પરિવારજનો પર આભફાટ્યું
ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એટલી કથળી ચુકી છે કે, કોઇ સામાન્ય કોન્સ્ટેબલ કે PSI નહી પરંતુ પોલીસ કમિશ્નર સ્તરનો અધિકારી જ ડાયરેક્ટ તોડ કરી રહ્યો છે. ભ્રષ્ટાચારનો નશો આ અધિકારીને એટલો નશો ચડી ચુક્યો છે કે, ભાજપનાં નેતાઓનાં કામ પણ પૈસા આપ્યા વગર નહોતા થતા. આ નેતાઓએ આપી શકાય ત્યાં સુધી તો પૈસા આપ્યા પરંતુ જ્યારે અસહ્ય થઇ પડ્યું ત્યારે આ પગલું ભર્યું હતું. ભાજપ સરકારે મનોજ અગ્રવાલને સસ્પેન્ડ કરવા જોઇએ. આ ઉપરાંત ગુજરાત પોલીસ નહી પરંતુ કોઇ કેન્દ્રીય એજન્સી પાસે તપાસ કરાવવામાં આવે તો હજી આ દેખાયથે તેના કરતા અનેકગણુ મોટુ કૌભાંડ સામે આવી શકે છે.
બનાસકાંઠા લૂંટ કેસના આરોપી કરોડોના મુદ્દામાલ સાથે ઝડપાયા, કર્મચારીએ જ કરી નાખ્યો એવો કાંડ કે...
જયરાજસિંહના રાજીનામા અંગે તેણે જણાવ્યું કે, સત્તાનાં જોરે સત્તાની આશાએ અનેક લોકો કોંગ્રેસ છોડીને ભાજપમાં ભુતકાળમાં જોડાઇ ચુક્યાં છે. તેમની સ્થિતિ શું છે તે સૌકોઇ જોઇ શકે છે. આગામી દિવસોમાં ભાજપમાંથી પણ અનેક લોકો કોંગ્રેસમાં આવી શકે છે. જયરાજસિંહ અત્યારે ભલે કોંગ્રેસ પર આક્ષેપો કરી રહ્યા હોય પરંતુ આ જ કોંગ્રેસના તેઓ છેલ્લા 13 વર્ષથી મુખ્યપ્રવક્તા હતા. 3-3 વખત જિલ્લા પંચાયત સભ્ય અને જિલ્લા પંચાયત સમિતીમાં અનેકવાર યોગ્ય સ્થાન અપાઇ ચુક્યું છે. તેમના પુત્ર પણ NSUI ના નેતા હતા. તેમને જનતાની જ સેવા કરવી હોય તો ભાજપ શું કે કોંગ્રેસ શું.
GUJARAT CORONA UPDATE: 377 નવા કેસ, 1148 દર્દી રિકવર થયા, 9 નાગરિકોનાં મોત
હાર્દિક પટેલે રાજકોટ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા કે, રાજકોટના એક બુટલેગરની ધરપકડ કરી અને તેની પાસેથી તોડ માટે પૈસા માગ્યા પણ બુટલેગર પૈસા ન હોવાનું કહેતા પોલીસ 1 હજાર પેટી દારૂ મંગાવ્યો હતો. પોલીસે જાતે જ દારૂ વેચ્યો હતો. રાજકોટ પોલીસ કમિશ્નર અને ભ્રષ્ટ અધિકારીઓનાં કારણે સમગ્ર ગુજરાતની પોલીસ પર છાંટા ઉડ્યા છે. આવા કમિશ્નર પર તત્કાલ કાર્યવાહી કરવી જોઇએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે