Home> Gujarat
Advertisement
Prev
Next

PHOTOS રાજકોટ: પેટ્રોલ ડીઝલના ભાવવધારાના વિરોધમાં કોંગ્રેસ કાર્યકરો ઘોડે ચડ્યા

સતત વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવને લઈને જ્યારે કોંગ્રેસે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો હાથ ધર્યા છે ત્યારે રાજકોટમાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. અહીં પણ ઘોડા ફેરવીને કોંગ્રેસે વિરોધ જતાવ્યો. જો કે કોંગ્રેસની આ રેલી માટે પોલીસે મંજૂરી આપેલી નથી. આથી કોંગ્રેસે વિરોધ કરતા પોલીસ દ્વારા અનેક કાર્યકરોની અટકાયત કરવામાં આવી. અનેક કાર્યકરોને ટીંગાટોળી કરીને લઈ જવાયા.

PHOTOS રાજકોટ: પેટ્રોલ ડીઝલના ભાવવધારાના વિરોધમાં કોંગ્રેસ કાર્યકરો ઘોડે ચડ્યા

રક્ષિત પંડ્યા, રાજકોટ: સતત વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવને લઈને જ્યારે કોંગ્રેસે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો હાથ ધર્યા છે ત્યારે રાજકોટમાં પણ કોંગ્રેસ દ્વારા શહેરના પેલેસ રોડ પર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. અહીં પણ ઘોડા ફેરવીને કોંગ્રેસે વિરોધ જતાવ્યો. જો કે કોંગ્રેસની આ રેલી માટે પોલીસે મંજૂરી આપેલી નથી. આથી કોંગ્રેસે વિરોધ કરતા પોલીસ દ્વારા અનેક કાર્યકરોની અટકાયત કરવામાં આવી. અનેક કાર્યકરોને ટીંગાટોળી કરીને લઈ જવાયા.

fallbacks

મળતી માહિતી મુજબ પેટ્રોલ ડીઝલના વધેલા ભાવો સામે આજે રાજ્યમાં પણ ઠેરઠેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યા છે. રાજકોટમાં કોંગ્રેસ કાર્યકરોએ ઘોડા ફેરવ્યાં અને તમામ 18 વોર્ડમાં વિરોધ પ્રદર્શન કરાયું. પોલીસે 50 જેટલા કાર્યકરો અને નેતાઓની અટકાયત કરી.

fallbacks

આ દરમિયાન અનેક કાર્યકરોને ટીંગાટોળી કરીને લઈ જતા જોવા મળ્યાં. કેટલાક કાર્યકરો વિરોધ વ્યક્ત કરવા સાઈકલો ઉપર પણ ફરતા જોવા મળ્યાં. 

Image may contain: 2 people, people standing and outdoor

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More