Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટની હોટલમાં આપઘાતમાં મોટો ઘટસ્ફોટ : પ્રેમીએ પ્રેમિકાને મારીને પોતે એસિડ પીધું, પ્રેમિકાના આધારકાર્ડમાં ચેડા કર્યા હતા

રાજકોટમાં હોટેલમાં યુવક-યુવતીએ કર્યો આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં કાલાવડની ધ્રુવા જોશી નામની યુવતીનું મોત થયુ છે. તો ભુજના માધાપરના જેનિશ નામના યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. આ ઘટનાને પગલે રાજકોટ પોલીસ દોડતી થઈ હતી. ત્યારે આ કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. પ્રેમિકા સગીર હોવાનુ સામે આવ્યુ છે. પ્રેમીએ તેના આધાર કાર્ડમાં જન્મ તારીખમાં બદલાવ કરીને હોટલમાં રૂમ લીધો હતો. એટલુ જ નહિ, તેણે પહેલા પ્રેમિકાની હત્યા કરીને બાદમાં પોતે એસિડ પીને આપઘાત કર્યો હતો. 

રાજકોટની હોટલમાં આપઘાતમાં મોટો ઘટસ્ફોટ : પ્રેમીએ પ્રેમિકાને મારીને પોતે એસિડ પીધું, પ્રેમિકાના આધારકાર્ડમાં ચેડા કર્યા હતા

ગૌરવ દવે/રાજકોટ :રાજકોટમાં હોટેલમાં યુવક-યુવતીએ કર્યો આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં કાલાવડની ધ્રુવા જોશી નામની યુવતીનું મોત થયુ છે. તો ભુજના માધાપરના જેનિશ નામના યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. આ ઘટનાને પગલે રાજકોટ પોલીસ દોડતી થઈ હતી. ત્યારે આ કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. પ્રેમિકા સગીર હોવાનુ સામે આવ્યુ છે. પ્રેમીએ તેના આધાર કાર્ડમાં જન્મ તારીખમાં બદલાવ કરીને હોટલમાં રૂમ લીધો હતો. એટલુ જ નહિ, તેણે પહેલા પ્રેમિકાની હત્યા કરીને બાદમાં પોતે એસિડ પીને આપઘાત કર્યો હતો. 

fallbacks

fallbacks

રાજકોટના કરણસિંહજી રોડ પર હોટલ નોવામાં આ બનાવ બન્યો હતો. હોટલના રૂમ નંબર 301 માંથી કાલાવડની 19 વર્ષીય ધ્રુવા જોશી નામની યુવતીની લાશ મળી છે. તો કચ્છ ભુજના માધાપરનો જેનીશ દેવાયતકા ગંભીર હાલતમાં હોવાથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો છે. પરંતુ પોલીસ તપાસમાં સામે આવ્યુ કે, રૂમ નંબર 301માં ધ્રુવા જોશીની હત્યા કરી જેનીશ દેવાયતકાએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેનીશે યુવતીને ગળામાં ટાઈ બાંધી ગળાફાંસો આપી હત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ છે. 

fallbacks

ગઈકાલે સવારથી જ ધ્રુવા અને જેનીશ હોટલમાં રોકાયા હતા. જોકે, ધ્રુવા જોશી સગીર હોવાનુ ખુલ્યુ છે. હોટેલમાં રૂમ રાખવા માટે જેનીશે સગીરા ધ્રુવાના અધારકાર્ડમાં છેડછાડ કરી હતી. ઓરીજીનલ આધાર કાર્ડમાં ઉંમર 17 વર્ષ હોવાનું સામે આવ્યુ છે. ત્યારે હોટેલ સંચાલકોએ યોગ્ય પુરાવાઓ વગર રૂમ આપતા સવાલો ઉઠ્યા છે. ધ્રુવાની હત્યા કરીને જેનીશે એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ યુવક જેનીશ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 

fallbacks

આ મામલે મૃતક ધ્રુવા જોષીના પિતા હિરેનભાઈ જોષીએ કહ્યું કે, ગઈકાલે સવારથી જ ધ્રુવાનો ફોન બંધ આવતો હતો. સાંજ સુધી ઘરે ન આવતા અમે ફોન કર્યો હતો. ફોન કરતા જેનીશે ધ્રુવની હત્યા કરી નાંખી અને હું પણ આપઘાત કરું છું તેવુ કહ્યું હતું. તેણે કરણપરા રોડ પર નોવા હોટલમાં હોવાનું ફોનમાં જણાવ્યું હતું. આ પગલું ભરવાનું કારણ કોઈ સ્પષ્ટ કહ્યું નહોતું. બંને વચ્ચે કોઈ પ્રેમ સંબંધ પણ હોઈ તેવી કોઈ દિવસ જાણ પણ અમને કરી ન હતી. જેનીશ માત્ર ફ્રેન્ડ સર્કલ હોવાની ચર્ચા થઈ હતી. પણ આવી કોઈ વાત અમારા ધ્યાને આવી નથી. અમારી માંગ છે કે, અમારી દીકરીની હત્યા કરનાર સામે કડક કાર્યવાહી થાય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More