ઝી ન્યૂઝ/રાજકોટ: રાજકોટ સહકારી ડેરીના દૂધ ઉત્પાદકો માટે સારા સમાચાર આપ્યા છે. રાજકોટ દૂધ સંઘના નિયામક મંડળ દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. ડેરીએ દૂધમાં પ્રતિકિલો ફેટે ~10નો વધારો કર્યો છે. 21 મેથી દૂધ મંડળીઓને કિલો ફેટના ~720 ચૂકવાશે. 50 હજાર દૂધ ઉત્પાદકોને ભાવ વધારાથી ફાયદો થશે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે રાજકોટ દૂધ સંઘના નિયામક મંડળે 21મેથી દૂધ મંડળીઓને કિલોફેટે 10 રૂપિયાનો ભાવવધારો આપશે. આથી હવે દૂધ મંડળીઓને કિલોફેટે 720 રૂપિયા ચૂકવવામાં આવશે. અગાઉ રાજકોટ ડેરીએ કિલોફેટે 10 રૂપિયાનો વધારો કર્યો હતો. આથી જૂનો ભાવ 710 હતો, જે હવે વધીને 720 કરવામાં આવશે. રાજકોટ જિલ્લામાં 50 હજાર દૂધ ઉત્પાદકોને આ ભાવવધારાથી સીધો ફાયદો થશે.
પાણીની અછત છે એવું નથી! પાલનપુરનો અખાણી પરિવાર છેલ્લા 20 વર્ષથી કેમ કરે છે વરસાદી પાણીનો સંગ્રહ?
ઉલ્લેખનીય છે કે, દૂધ મંડળીઓને હાલ પ્રતિ કિલો ફેટે 710 રૂપિયા ચૂકવવામાં આવે છે. જેમાં 10 રૂપિયાનો વધારો કરતા હવે 720 રૂપિયા ચૂકવવા પડશે. ગત વર્ષે આ સમયગાળામાં પ્રતિ કિલો ફેટનો ભાવ 660 રૂપિયા હતો. ભાવ વધારાથી દૂધ ઉત્પાદકોને ફાયદો થશે. તેમજ ભાવ વધારાથી દૂધ ઉત્પાદનને વેગ મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે