ગૌરવ દવે/રાજકોટ :બદલાતા સમયની સાથે માણસો હવે લાગણીવિહીન બની રહ્યાં છે. માણસો સંબંધોને વિસરી રહ્યો છે, આ સાથે જ ન કરવાનું કરી રહ્યો છે. છેલ્લાં કેટલાક સમયમાં ગુજરાતમાં એવા કિસ્સા બની રહ્યાં છે, જેમાં પરિવારજનોની ઘાતકી હત્યા કરવાના કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. ત્યારે રાજકોટમાં તાજેતરમાં એક વહુએ 70 વર્ષીય વૃદ્ધ સાસુને જીવતા જલાવી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. વિધવા પુત્રવધૂએ ભળભળતો પ્રાઈમસ સાસુ પર ફેંકી જીવતા જલાવી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ગંભીર રીતે દાઝી ગયેલા વૃદ્ધાનું આજે નોત નિપજ્યું છે. પોલીસે 302 ની કલમ ઉમેરી આરોપી પુત્રવધુની ધરપકડ કરી હતી.
પ્રાપ્તા માહિતી અનુસાર, તાજેતરમાં રાજકોટમાં વિધવા પુત્રવધુએ 70 વર્ષના સાસુ પર સળગતો પ્રાઈમસ ફેંકવાનો કિસ્સો સામે આવ્યો હતો. જે રાજકોટમાં ટોકિંગ પોઈન્ટ બન્યો હતો. આજે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વૃદ્ધા દેવુબેન મકવાણાનું સારવાર દરમિયાન મોત થયું છે. ત્યારે તેમણે મોત પહેલા વિધપા પુત્રવધુ સામે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે ફરિયાદમાં કહ્યું હતું કે, હું મારા નાના પુત્રની વિધવા પત્ની અમૃતેબેન સાથે માધાપરમાં રહેતી હતી. મારા નાના દીકરા વસંતનું ત્રણ વર્ષ પહેલા મોત નિપજ્યું હતું. ત્યાર બાદ પુત્રવધુ સાથે મારે અવારનવાર ઝઘડો થતો હતો. તે મારી સાથે કારણ વગર ઝઘડા કરતી હતી. ત્યારે કંટાળીને આખરે તેઓ મનહરપુર ખાતે રહેતા પોતાના બીજા પુત્ર શંકરને ત્યાં જતા રહ્યા હતા.
તેમણે ફરિયાદમાં કહ્યું હતું કે, બપોરના સમયે મારા મોટા પુત્ર શંકરની પત્ની કુંદન પ્રાઇમસ ઉપર રોટલી બનાવી રહી હતી. આ સમયે અમૃતા પણ ત્યાં આવી પહોંચી હતી. ત્યારે અમૃતાએ કુંદનને આવીને કહ્યું હતું કે આ ડોશીને તમે અહીં શું કામ રાખો છો. ત્યારે કુંદને અમૃતાને કહ્યું હતું કે, તમે ન રાખો તો અમારે તો રાખવા જ પડે ને. આમ કુંદનના કહેવાથી અમૃતા ઉશ્કેરાય હતી અને સળગતો પ્રાઇમસ ઉપાડીને મારા ઉપર નાખતા મારા બંને હાથ દાઝી ગયા હતી. ઘટનાની જાણ થતા મારો મોટો પુત્ર શંકર પણ દોડી આવ્યો હતો અને આગ વધુ પડતી પ્રસરતી રોકી હતી. પરંતું આગ ઠારવા દોડેલો વૃદ્ધાનો પુત્ર શંકર પણ દાઝયો હતો.
ત્યારે માતા-પુત્ર બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જેમાં લાંબી સારવાર બાદ આજે વૃદ્ધ સાસુનુ મોત નિપજ્યું છે. ત્યારે આ બનાવ હત્યામાં પલટાતા પોલીસે 302ની કલમ ઉમેરી છે. સાસુને જીવતી સળગાવનાર આરોપી પુત્રવધુ જેલના હવાલે કરાઈ છે. હત્યાના પ્રયાસ અંતર્ગત પોલીસે ધરપકડ કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે