Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટ જિલ્લા પંચાયતના સભ્ય કિશોર પાદરિયા 2 લાખની લાંચ લેતા ઝડપાયા

એલઈડી લાઈટ લગાવવા માટે લાંચ માંગી હતી. 

 રાજકોટ જિલ્લા પંચાયતના સભ્ય કિશોર પાદરિયા 2 લાખની લાંચ લેતા ઝડપાયા

રાજકોટઃ રાજકોટ જિલ્લા પંચાયતના સભ્ય લાંચ લેતા ઝડપાયા છે. જિલ્લા પંચાયતની પેઢલા સીટના સભ્ય કિશોરભાઈ પાદરિયાને એસીબીએ લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા છે. તેમણે જેતપુર તાલુકાના અલગ-અલગ ગામમાં એલઈડી લાઈટો લગાવવાના કામ બદલ પોતાના કમિશન પેઠે રૂપિયા 2 લાખની લાંચની માંગણી કરી હતી. 

fallbacks

આ માટે કિશોરભાઈએ લાંચની રકમ લેવા માટે જેતપુરના હાઈવે પર આલેવી અંકુર હોટેલ ખાતે ગયા હતા. આ દરમિયાન ફરિયાદીએ એલસીબીને સમગ્ર ઘટનાની માહિતી આપી દીધી હતી. ત્યારબાદ એસીબીએ છટકું ગોઠવીને તેમને રંગે હાથ ઝડપી લીધા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More