Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટ: હવે આડેધડ વાહન પાર્ક કરનારને મળશે ઇ-મેમો, જાણો કેટલો થશે દંડ

રાજકોટમાં દિવસેને દિવસે ટ્રાફિક સમસ્યા વિકટ બની રહી છે. ત્યારે ટ્રાફિક સમસ્યાનો નિકાલ લાવવા માટે તંત્ર હરકતમાં આવ્યું છે. રાજકોટ શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા નિવારવા માટે મનપા દ્વારા એક જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જેમાં શહેરના મુખ્ય 48 રાજમાર્ગો પર ઉભા રહેતા રેંકડી કે કેબીન ધારકો ઉપરાંતનો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરાતા વાહનો સામે દંડાત્મક કાર્યવાહી કરવામા આવશે. 

રાજકોટ: હવે આડેધડ વાહન પાર્ક કરનારને મળશે ઇ-મેમો, જાણો કેટલો થશે દંડ

રક્ષિત પંડ્યા/રાજકોટ: રાજકોટમાં દિવસેને દિવસે ટ્રાફિક સમસ્યા વિકટ બની રહી છે. ત્યારે ટ્રાફિક સમસ્યાનો નિકાલ લાવવા માટે તંત્ર હરકતમાં આવ્યું છે. રાજકોટ શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા નિવારવા માટે મનપા દ્વારા એક જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જેમાં શહેરના મુખ્ય 48 રાજમાર્ગો પર ઉભા રહેતા રેંકડી કે કેબીન ધારકો ઉપરાંતનો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરાતા વાહનો સામે દંડાત્મક કાર્યવાહી કરવામા આવશે. 

fallbacks

30મિનિટ કરતા વધુ સમય વાહન પાર્ક રહેશે તો થશે દંડ
સ્માર્ટ સીટી મિશનના આઇવે પ્રોજેકટ અંતર્ગત શહેરના માર્ગો પર લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરા મારફત મનપા દ્વારા સતત દેખરેખ રાખવામા આવશે જેમાંનો પાર્કિંગ ઝોનમાં અથવા તો જાહેર માર્ગ પર 30 મિનિટ કરતા વધુ સમય કોઈ વાહન પાર્ક કરેલ હશે. તો તેને ઇમેમો મોકલી દંડ વસુલવામાં આવશે. જેમાં પ્રથમ વખત ટુ વહીલરમાં 200 , ફોરવહીલરમાં 500 અને હેવી વાહનોમાં 1000 રૂપિયાનો દંડ વસુલવામાં આવશે.

સુરતમાં વનિતા વિશ્રામ સ્કૂલના વાલીઓનો હોબાળો, ધરણાં કરવાની ઉચ્ચારી ચીમકી

બીજી વારમાં મેમાની રકમ વધીને થશે ડબલ
જ્યારે બીજી વખત પકડાય તો તેમાં ટુ વહીલર પાસે 500 , ફોર વહીલર 2000 અને હેવી વાહનો પાસે 5000નો દંડ વસુલવામાં આવશે. સાથે સાથે તમામ શાળા કોલેજોમાં પણ વિદ્યાર્થીઓના વાહનો શાળાના પ્રિમાઇસીસમાં પાર્ક કરવા સૂચના પણ આપી દેવામાં આવી છે. અન્યથા તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

વડોદરા: ભંગારના ગોડાઉનમાં ભિષણ આગ, સર્જાયો અફરાતફરીનો માહોલ

જુઓ LIVE TV

શાળા અને કોલેજોને પણ અપાઇ નોટીસ 
ઉલ્લેખનિય છે કે આ અગાઉ પણ મનપા દ્વારા શાળા કોલેજોને વાહન પાર્કિગ રસ્તા પર ન કરવા જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું હતું. તેમ છતાં હજુ પણ મોટા ભાગની શાળા કોલેજમાં વાહનોના પાર્કિંગ રસ્તા પર જોવા મળે છે. હવે મનપા દ્વારા કરવામાં આવેલા જાહેરનામાનો ભંગ થશે તો જે તે શાળા કોલેજ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More